Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 57
________________ ધણણણ ધણણ ધણ ganda ni vaat na maa na E EI T ય E GY AS AS | આકાશ ભૂષણ સૂર્ય જેવા, દીપતા તપ તેજથી, વળી પૂરતા દિગંતને, કરુણા ઉપેક્ષા મૈત્રીથી, હરખાવતા જે વિશ્વને, મુદિતાતણા સંદેશથી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૨૪ જે શરદ ઋતુના જલ સમા, નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહાર કરતાં, જે વિભિન્ન સ્થળો વિશે, જેની સહનશક્તિ સમીપે, પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૨૫ બહુપુણ્યનો જ્યાં ઉદય છે, એવા ભવિકના દ્વારને, પાવન કરે ભગવંત નિજ તપ, છઠ્ઠ અઠ્ઠમ પારણે, સ્વીકારતા આહાર બેંતાલીસ દોષ વિહીન જે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૨૬ ઉપવાસ માસખમણ સમા, તપ આકરાં તપતા વિભુ, વીરાસનાદિ આસને, સ્થિરતા ધરે જગના પ્રભુ, બાવીસ પરીષહને સહતા, ખૂબ જે અદ્ભૂત વિભુ. એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૨૭ બાહ્ય અત્યંતર બધા, પરિ-ગ્રહ થકી જે મુક્ત છે, પ્રતિમા વહન વળી શુકલધ્યાને, જે સદાય નિમગ્ન છે, જે ક્ષપકશ્રેણી, પ્રાપ્ત કરતાં, મોહમલ્લ વિદારીને, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૨૮ કેવળજ્ઞાન કલ્યાણક જે પૂર્ણ કેવળજ્ઞાન, લોકાલોકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેરો, પાર કો નવ પામતું, એ પ્રાપ્ત જેણે ચારઘાતી, કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૨૯ નાનH SEE A A A પ્રાય ચ ધ ધ ધ 205 206 20 AK A E P 205 ET

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80