Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 52
________________ અથવા નકામું આપ પાસે, નાથ ! શું બકવું ઘણું ? હે ! દેવતાના પૂજ્ય ! આ, ચરિત્ર મુજ પોતાતણું; જાણો સ્વરૂપ ત્રણ લોકનું, તો માહરું શું માત્ર આ ? જ્યાં ક્રોડનો હિસાબ નહિ ત્યાં, પાઈની તો વાત ક્યાં? (૨૪) તારાથી ન સમર્થ અન્ય દીનનો, ઉદ્ધારનારો પ્રભુ ! મારાથી નહીં અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ ! મુક્તિ મંગળ સ્થાન તોય મુજને, ઈચ્છા ન લક્ષ્મીતણી, આપો સમ્યગુ-રત્ન “શ્યામ” જીવને તો તૃપ્તિ થાયે ઘણી. (૨૫) 'બહુશ્રુત ચિરંતનાચાર્ય કૃત પ્રાકૃત સ્તોત્રનો ગુર્જરાનુવાદ અરિહંત વંદનાવલી) માતાને હર્ષ જે ચૌદ મહાસ્વપ્નો થકી, નિજમાતને હરખાવતા, વળી ગર્ભમાંહિ જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા, ને જન્મતા પહેલાં જ ચોસઠ, ઈન્દ્ર જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૧ જન્મકલ્યાણક મહાયોગના સામ્રાજયમાં જે, ગર્ભમાં ઉલ્લાસતા. ને જન્મતાં ત્રણ લોકમાં, મહાસૂર્ય સમ પ્રકાશતા; જે જન્મકલ્યાણક વડે સૌ, જીવને સુખ અર્પતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું.....૨ જન્મોત્સવ છપ્પન દિકુમરી તણી, સેવા સુભાવે પામતાં, દેવેન્દ્ર કરસંપુટ મહી, ધારી જગત હરખાવતા, મેરુ શિખર સિંહાસને જે નાથ જગના શોભતાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૩

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80