Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 9
________________ તીર્થકર શ્રી મહાવીર પિતાની ગાદી ખાલી પડી હતી, તેથી નંદિવર્ધન કહેવા લાગ્યા : “વર્ધમાન ! તમે રાજ્ય ભોગવો. એને માટે ખરા લાયક તમે જ છો.” વર્ધમાન કહે, “ના રે મોટા ભાઈ ! આપ જ ગાદી શોભાવો. મારે આ રાજ્યનો ખપ નથી.” એથી બધાએ ભેગા થઈને નંદિવર્ધનને રાજા બનાવ્યા. - વર્ધમાનકુમારની માતાપિતા જીવતાં હોય ત્યાં સુધી દીક્ષા ન લેવાની પ્રતિજ્ઞા પૂરી થઈ છે. હવે તો આત્માને તારવાનો, જગતને ઉદ્ધારવાનો સમય આવી પહોંચ્યો છે. તેઓ નંદિવર્ધન આગળ આવ્યા ને રજા માગી. આ સાંભળતાં મોટા ભાઈના દુઃખનો પાર રહ્યો નહિ. તેઓ કહેવા લાગ્યા : “વહાલા ભાઈ ! હજી માતાપિતાનો વિયોગ મને સાલે છે, એમાં વળી તારો વિયોગ? મારાથી એ સહન નહિ થાય.' મોટા ભાઈના કહેવા પરથી વિચાર કરતાં તરતને માટે શ્રી વર્ધમાનને પોતાનો વિચાર મુલતવી રાખવાનું ઠીક લાગ્યું, પણ આ ક્ષણથી પોતાના જીવનની રીતભાત બદલી નાખી. એક વ્રતધારી તપસ્વીની જેમ તેઓ રહેવા લાગ્યા. મહેલ, ખમ્મા ખમ્મા કરતા સેંકડો નોકરચાકર, અત્યંત ગુણવાળી રાણી યશોદા; એ બધાંનો સહવાસ છોડી શ્રી વર્ધમાન રાજમહેલના એકાંતભાગમાં રહેવા લાગ્યા. અહીં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36