Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 11
________________ તીર્થકર શ્રી મહાવીર આજથી હું કોઈ પણ જાતનું પાપકામ મન, વચન ને કાયાથી કરીશ નહિ. મારી સંપૂર્ણ આત્મશુદ્ધિ કરીશ.” હવે શ્રી વર્ધમાન સહુને સંબોધીને બોલ્યા : “ભાઈઓ ! મારું જીવન આજથી જુદી દિશામાં શરૂ થયું છે. હવે હું જવાની રજા માગું છું. આ સાંભળી સહુએ દુઃખી દિલે રજા આપી. ત્રીસ વર્ષના તરુણ રાજકુમાર શ્રી વર્ધમાન આત્મશુદ્ધિ કરવા ચાલી નીકળ્યા. નંદિવર્ધનની આંખોમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં, પણ શ્રી વર્ધમાનનું મન હવે જગતના મોહ કે શોકમાં ઘસડાયા તેમ નહોતું, કારણ કે જગતને સુખી કરવાનો એ એકમાત્ર રસ્તો હતો. મહાત્મા તો ઘણા થયા, પણ શ્રી વર્ધમાનથી હેઠા. એમણે બહુ આકરાં તપ આદર્યા. કોઈ વખત બે ઉપવાસ તો કોઈ વખત ચાર ઉપવાસ. કોઈક વખત પંદર ઉપવાસ તો કોઈક વખત ત્રીસ ઉપવાસ. અરે, છ છ મહિનાના ઉપવાસ પણ તેમણે કરવા માંડ્યા. શ્રી વર્ધમાન ઉપવાસ કરે અને ધ્યાન ધરે. ધ્યાન પણ કેવી જગ્યાએ? કોઈ ખંડેરમાં કે મસાણમાં. કોઈ જંગલમાં કે કોઈ ખીણમાં. કોઈ મંદિરમાં કે કોઈ વનેચરની ગુફામાં. ત્યાં ચાંચડ કરડે અને મચ્છર કરડે. મધમાખ કરડે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36