Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ તીર્થંકર શ્રી પાર્શ્વનાથ આ સાંભળી કહ્યું : ‘આ કુમાર મૂળથી જ વૈરાગ્યપ્રિય છે. તેથી તે શું કરશે તે હજી અમે જાણી શક્યા નથી. અમને પણ હોંશ છે કે ક્યારે તે યોગ્ય કન્યા સાથે પરણે ! જોકે તેને પરણવું પસંદ નથી, છતાં તમારા આગ્રહથી પ્રભાવતી સાથે જ તેનો વિવાહ કરીશું.’ અશ્વસેન રાજા પ્રસેનજિત સાથે પાર્શ્વકુમા૨ને મળ્યા અને કહ્યું : “પુત્ર ! પ્રભાવતીએ તારા માટે ખૂબ સહન કર્યું છે. ખરેખર તારા માટે આથી વધારે લાયક કન્યા કોઈ જ નથી. માટે પ્રભાવતી સાથે લગ્ન કરી સુખી થા.’ પાર્શ્વકુમારે કહ્યું : ‘પિતાજી ! મને એ જીવન પસંદ નથી છતાં પિતાના આગ્રહથી તેમણે પ્રભાવતી સાથે લગ્ન કર્યાં. એક દિવસ પાર્શ્વકુમાર મહેલ ઉપર ચઢી ગોખમાં બેઠા છે, કાશી નગરીને જોઈ રહ્યા છે. એવામાં લોકોનાં ટોળેટોળાં ફૂલની છાબડીઓ ભરી ઉતાવળાં ઉતાવળાં નગર બહાર જતાં જોયાં. પાર્શ્વકુમારે પાસેના માણસોને પૂછ્યું : “આજ શેનો તહેવાર છે કે લોકો આટલા બધા ઉતાવળા થઈ નગર બહાર જઈ રહ્યા છે ?” માણસોએ જણાવ્યું કે, ‘કમઠ નામે મોટો તપસ્વી શહેરની બહાર આવેલો છે. તે પોતાની ચારે બાજુ દેવતા સળગાવે છે, માથા પર સૂરજનો તાપ લે છે, એટલે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36