Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/005443/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૧ 404 ૨ તીર્થંકર શ્રી મહાવીર તીર્થંકર શ્રી પાર્શ્વતાથ 린 CALLY wwwwwwYY NYYY જયભિખ્ખુ AAAAAAAA www.iainelit Page #2 -------------------------------------------------------------------------- ________________ - - - જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ [કુલ પુસ્તક ૧0]. ૧. તીર્થંકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુન માળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી - For Personal & Pávate Use Only For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિ : શ્રેણી ૧ તીર્થંકર શ્રી મહાવીર તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સંપાદક જયભિખ્ખુ શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ પુ.૨ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-1 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-94-4 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્ર કાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, - જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ -૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ગૂર્જર એજન્સીઝ ૫૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાક સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ | ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ક્રિષ્ના ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મહાવીર લગભગ અઢી હજાર વર્ષ પહેલાંની વાત છે. આપણું આ સુંદર ભારતવર્ષ. એમાંય અતિ સુંદર વિદેહ દેશ. અહીં ગંગા નદી વહે, ગંડકી નદી વહે; અનેક નાનીમોટી નદીઓ પૃથ્વીને પખાળતી વહે. સુંદર શહેરો ને ગામો. લીલાંછમ ખેતરો, સુંદર મજાનાં ગોકુળો. આંબાવાડિયાનો પાર નહિ. લોકો ખાય, પીએ ને લહેર કરે. વિદેહ દેશની રાજધાની વૈશાલી નગર. ત્યાં આરસના મહેલ, સોનાનાં શિખર ને રૂપાના કાંગરા. સોનાનાં છત્ર, સોનાનાં રથ ને પાલખી. હાથી, ઘોડા ને લાવલશ્કરનો પાર નહિ. બારણે બારણે મણિમાણેકનાં તોરણ લટકે. અહીં કોઈ ભૂખ્યું ન મળે. અહીં કોઈ તરસ્યું ન મળે. અહીંનું રાજ પ્રજા પોતે ચલાવે. પ્રજામાંનાં ડાહ્યાં સ્ત્રીપુરુષો મળીને ચલાવે. એનું નામ “ગણતંત્ર'. આ ગણતંત્રમાં For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧.૨ ૭૭૦૭ માણસો બેસે. સહુ એમને રાજા કહે. આવા એક રાજાનું નામ સિદ્ધાર્થ. વૈશાલીના ક્ષત્રિયકુંડ નામના શાખાનગરમાંપરામાં એ રહે. જ્ઞાતૃવંશના પાંચસો ક્ષત્રિયો એમની સેવામાં રહે, એક હોંકારે ધરણી ધમધમાવે. . રાજા સિદ્ધાર્થ ભારે પરાક્રમી, ભારે ન્યાયી, દીનદુ:ખિયાના પાલનહાર. આથી વૈશાલીના સાત હજાર સાતસો સાત રાજાના વડા રાજા ચેટકે પોતાની બહેન એમને પરણાવી. એમનું નામ ત્રિશલાદેવી. ત્રિશલાદેવી બહુ પવિત્ર ને પતિવ્રતા હતાં. ત્રિશલાદેવી ગર્ભવતી હતાં, ત્યારે તેમને ચૌદ સુંદર સ્વપ્ન આવ્યાં. જ્યોતિષીઓને વાત કરી. તેઓએ કહ્યું, ‘તેમને મહાન પ્રતાપી પુત્ર થશે. પોતે તરશે, જગતને તારશે.” આ દિવસથી તેમના રાજ્યમાં ધનધાન્ય અને આનંદની વૃદ્ધિ થવા લાગી. ચૈત્ર સુદ તેરસની રાત્રિ છે. ચંદ્ર પ્રકાશી રહ્યો છે. આકાશ સ્વચ્છ છે. ધીમો પવન વાય છે. આંબે પાકીગલ કેરીઓ ઝૂલે છે. મોગરાની સુગંધ માતી નથી. પૃથ્વી આનંદથી છલકાય છે. આ સમયે ત્રિશલાદેવીએ એક અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે જ ક્ષણે દુનિયામાં પ્રકાશ ને આનંદની રેલ છવાઈ ગઈ. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મહાવીર સિદ્ધાર્થ રાજાએ મોટો ઉત્સવ ઊજવ્યો. એ વર્ષે વૃક્ષ પર અપરંપાર ફળ આવ્યાં. ખેતરોમાં ધાન્યના ઢગલા થયા. ઘીદૂધથી ગોકુળ છલકી ઊઠ્યાં. આ પુત્ર ધનધાન્ય અને આનંદની વૃદ્ધિ કરનાર હતો એટલે તેનું નામ રાખ્યું. શ્રી વર્ધમાન. વર્ધમાન કુમારનું રૂપ અપાર હતું. શરીરનો બાંધો મજબૂત ને માપસર હતો. તેમના મનમાં મેલ નહોતો. પેટમાં પાપ નહોતું. તેઓ હંમેશાં ગુણમાં ને વયમાં વધતા જ જતા હતા. તેમને એક મોટા ભાઈ અને એક મોટી બહેન હતાં. તેમનાં નામ નંદિવર્ધન અને સુદર્શના. - વર્ધમાનકુમાર આનંદે ઊછરતાં મોટા થવા લાગ્યા. સાતેક વર્ષની ઉંમરે તેઓ એક વખત મિત્રો સાથે રમવા ગયા. ત્યાં એક ઝાડ આગળ મોટો સાપ પડેલો. મિત્રો આ જોઈને નાઠા, પણ કુમારનું તો રૂંવાડુંય ન ફરક્યું. સાપને પકડી દૂર ફંગોળી દીધો. બીકને તો તેઓ સમજ્યા જ નહોતા. રમત રમવામાં તેઓ એક્કા હતા. આઠ વર્ષની ઉંમરે તેમને ભણવા મૂક્યા, પણ ત્યાં ઉંમરના પ્રમાણમાં તેમનો વિકાસ ઘણો લાગ્યો. તેમને ભણવાની જરૂર જણાઈ નહિ. શ્રી વર્ધમાન માતાપિતાના ભક્ત હતા. કદી તેમનું મન દૂભવતા નહિ. સૌનું સુખ વિચારતા. કદી કોઈ પર ક્રોધ નહિ, For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ કદી અભિમાનનો અંશ નહિ. સદા સરળ, સદા સંતોષી, મુખ સદા શાંત અને હસમુખું, બોલે તો પણ મીઠું. આવો સ્વભાવ કોને ન ગમે ? તેમને જગતના મોજશોખ લલચાવી શકતા નહોતા. શ્રી વર્ધમાન યોગ્ય ઉંમરના થયા ત્યારે માતાપિતાએ તેમનાં લગ્ન યશોદા નામે રાજકુંવરી સાથે કર્યા. શું યશોદાના ગુણ ! શું યશોદાનાં રૂપ ! સમય જતાં તેમને એક પુત્રી થઈ. તેનું નામ પ્રિયદર્શના. કુમાર બહુ જ વિચારવાળા હતા. તેઓએ જોયું કે માણસો ખાધેપીધે સુખી હતા, પણ અંતરથી ખૂબ દુઃખી હતા. મોતનો એમને ડર લાગતો, ઘડપણના વિચારથી ધ્રૂજતા; સાચી દયા કોને કહેવાય, એની કોઈને ખબર નહોતી. સાચું સુખ બીજાનું ભલું કરવામાં છે, એ કોઈ જાણતું નહોતું. દુઃખી જગતને સુખી કરવાનો એમણે નિર્ણય કર્યો, પણ એ માટે ઘરબાર, રાજપાટ, કુટુંબકબીલો છોડવાં જોઈએ. એ છોડવા માટે એમણે પૂજ્ય માતાપિતાની આજ્ઞા માગી. માતા ને પિતા રડવા લાગ્યાં. વર્ધમાનકુમાર કહે, તમારી આજ્ઞા પાળવી એ પણ ધર્મ છે. તમે રજા આપશો ત્યારે દીક્ષા લઈશ. મા-બાપ રાજીના રેડ થયાં. વર્ધમાન તો એમને પ્રાણથી પણ પ્યારા હતા. વર્ધમાન અઠ્ઠાવીસ વર્ષના થયા, ત્યારે માતાપિતા મૃત્યુ પામ્યાં. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મહાવીર પિતાની ગાદી ખાલી પડી હતી, તેથી નંદિવર્ધન કહેવા લાગ્યા : “વર્ધમાન ! તમે રાજ્ય ભોગવો. એને માટે ખરા લાયક તમે જ છો.” વર્ધમાન કહે, “ના રે મોટા ભાઈ ! આપ જ ગાદી શોભાવો. મારે આ રાજ્યનો ખપ નથી.” એથી બધાએ ભેગા થઈને નંદિવર્ધનને રાજા બનાવ્યા. - વર્ધમાનકુમારની માતાપિતા જીવતાં હોય ત્યાં સુધી દીક્ષા ન લેવાની પ્રતિજ્ઞા પૂરી થઈ છે. હવે તો આત્માને તારવાનો, જગતને ઉદ્ધારવાનો સમય આવી પહોંચ્યો છે. તેઓ નંદિવર્ધન આગળ આવ્યા ને રજા માગી. આ સાંભળતાં મોટા ભાઈના દુઃખનો પાર રહ્યો નહિ. તેઓ કહેવા લાગ્યા : “વહાલા ભાઈ ! હજી માતાપિતાનો વિયોગ મને સાલે છે, એમાં વળી તારો વિયોગ? મારાથી એ સહન નહિ થાય.' મોટા ભાઈના કહેવા પરથી વિચાર કરતાં તરતને માટે શ્રી વર્ધમાનને પોતાનો વિચાર મુલતવી રાખવાનું ઠીક લાગ્યું, પણ આ ક્ષણથી પોતાના જીવનની રીતભાત બદલી નાખી. એક વ્રતધારી તપસ્વીની જેમ તેઓ રહેવા લાગ્યા. મહેલ, ખમ્મા ખમ્મા કરતા સેંકડો નોકરચાકર, અત્યંત ગુણવાળી રાણી યશોદા; એ બધાંનો સહવાસ છોડી શ્રી વર્ધમાન રાજમહેલના એકાંતભાગમાં રહેવા લાગ્યા. અહીં For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ રહી તેમણે આગળની તૈયારીઓ કરવા માંડી. ઘણોખરો વખત આત્મચિંતનમાં જ ગાળે. આમ કરતાં એક વરસ પસાર થયું. બીજા વર્ષથી તેમણે દાન દેવા માંડ્યું. પુષ્કળ દાન દીધું. અનેક ગરીબગુરબાની ભાવટ ભાંગી ગઈ. આ રીતે એક વરસ સુધી દાન દઈને તેઓ મહાપ્રયાણ માટે તૈયાર થયા. આપણી કારતક વદ દસમનો દિવસ છે. આખું ક્ષત્રિયકુંડ નગર ઉત્સવ ઊજવી રહ્યું છે. નગરની બહાર જ્ઞાતશીલ નામે સુંદર બાગ છે. ત્યાં માણસો વર્ધમાનકુમારના આવવાની રાહ જોઈ રહ્યા છે. સમય થતાં હજાર ધજાવાળો ઇંદ્રધ્વજ આવ્યો. પાછળ નગારાં અને વિવિધ જાતનાં વાજિંત્ર આવ્યાં. પાછળ સામંત ને શેઠશાહુકારો આવ્યા. તેની પાછળ પાલખી આવી. એમાં શ્રી વર્ધમાનકુમાર બેઠેલા હતા. પાછળ અંતઃપુરની અને નગરની સ્ત્રીઓ ગીત ગાતી હતી. અહા ! શું તે વખતનો દેખાવ? આંખમાં આંસુ ને મુખમાં ગીત ! વર્ધમાનકુમાર પાલખીમાંથી નીચે ઊતર્યા. શરીરે ખૂબ સુગંધી પદાર્થો લગાડેલા છે. વસ્ત્રાલંકારની શોભા અપાર છે. ગંભીરતાથી શ્રી વર્ધમાને એક પછી એક વસ્ત્ર-અલંકાર ઉતારી નાખ્યાં અને એક જ દેવતાઈ વસ્ત્ર રાખ્યું. માથાના વાળ પોતાના હાથથી જ ચૂંટી કાઢ્યા અને સાધુજીવનની મહાન પ્રતિજ્ઞા લીધી : For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મહાવીર આજથી હું કોઈ પણ જાતનું પાપકામ મન, વચન ને કાયાથી કરીશ નહિ. મારી સંપૂર્ણ આત્મશુદ્ધિ કરીશ.” હવે શ્રી વર્ધમાન સહુને સંબોધીને બોલ્યા : “ભાઈઓ ! મારું જીવન આજથી જુદી દિશામાં શરૂ થયું છે. હવે હું જવાની રજા માગું છું. આ સાંભળી સહુએ દુઃખી દિલે રજા આપી. ત્રીસ વર્ષના તરુણ રાજકુમાર શ્રી વર્ધમાન આત્મશુદ્ધિ કરવા ચાલી નીકળ્યા. નંદિવર્ધનની આંખોમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં, પણ શ્રી વર્ધમાનનું મન હવે જગતના મોહ કે શોકમાં ઘસડાયા તેમ નહોતું, કારણ કે જગતને સુખી કરવાનો એ એકમાત્ર રસ્તો હતો. મહાત્મા તો ઘણા થયા, પણ શ્રી વર્ધમાનથી હેઠા. એમણે બહુ આકરાં તપ આદર્યા. કોઈ વખત બે ઉપવાસ તો કોઈ વખત ચાર ઉપવાસ. કોઈક વખત પંદર ઉપવાસ તો કોઈક વખત ત્રીસ ઉપવાસ. અરે, છ છ મહિનાના ઉપવાસ પણ તેમણે કરવા માંડ્યા. શ્રી વર્ધમાન ઉપવાસ કરે અને ધ્યાન ધરે. ધ્યાન પણ કેવી જગ્યાએ? કોઈ ખંડેરમાં કે મસાણમાં. કોઈ જંગલમાં કે કોઈ ખીણમાં. કોઈ મંદિરમાં કે કોઈ વનેચરની ગુફામાં. ત્યાં ચાંચડ કરડે અને મચ્છર કરડે. મધમાખ કરડે અને For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ ભમરા કરડે, પણ તેઓ શાંતિથી બધું સહન કરે. ગમે તેવી સતામણી થાય, પણ તેમનું ધ્યાન ચૂકે નહિ. એક વખતે તેઓ ચાલ્યા જાય. રસ્તામાં ગોવાળ મળ્યા. તેઓ કહેવા લાગ્યા : “બાપજી! આ રસ્તે જશો નહિ. આગળ ભયંકર વન છે. ત્યાં કાળો મણઝર નાગ છે, ફૂંફાડે ફોલી ખાય છે. માટે બીજા રસ્તે જાવ.' પણ શ્રી વર્ધમાન તો વીર હતા. કોઈથી ગાંજ્યા ન જાય, ભયંકર વન તે શું બિવરાવે ! કાળો મણઝર નાગ પણ શું ડરાવે? એ તો ચાલ્યા આગળ. એવામાં આવ્યું એક ઘોર જંગલ. ત્યાં જતાં માણસની છાતી પણ ન ચાલે. જ્યાં જુઓ ત્યાં જાળાંઝાંખરાં. પાંદડાંના તો ઢગેઢગ. એમાં મારગ પણ ક્યાંથી જડે ? છતાં શ્રી વર્ધમાન તો ચાલ્યા. જંગલમાં એક રાફડો. તેમાં કાળો નાગ. બહુ ઝેરીલો. ફૂંક મારે તો ફાટી પડે, શું માણસ કે શું ઢોર ! એનું નામ ચંડકોશિયો. ચંડકોશિયાએ શ્રી વર્ધમાનને જોયા. પછી તો પૂછવું જ શું! મારવા માંડ્યા હૂંફાડા, કુ.ઉ.ઉં છું. હું છું.ઉ.ઉ.ઉં, ડું-ઉ.ઉ. પણ તેમને કાંઈ નહિ. ચંડકોશિયો વિચારે છે, આ કોઈ અજબ માણસ લાગે છે. ઝેર કેમ નહિ ચડતું હોય ! લાવ ડયું. તે દોડ્યો ને જમણા અંગૂઠે ડસ્યો, પણ કાંઈ નહિ. તે તો સાચા સંત હતા. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મહાવીર ૧૧ સાપનું જોર ચાલ્યું નહિ, એટલે શ્રી વર્ધમાન બોલ્યા : ચંડકૌશિક ! કાંઈક સમજ !” આ તો મહાત્માની વાણી ! ઝેરીનાં ઝેર નાસી ગયાં. ચંડકૌશિકે પોતાનો સ્વભાવ છોડી દીધો, એ ડાહ્યો થયો. ન કરડવું કે ન ફૂંફાડા મારવા ! ઉજ્જડ મારગ ખુલ્લો થયો. શ્રી વર્ધમાન આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં તેઓ એક મોટા શહેરમાં આવ્યા, તેનું નામ નાલંદા. ત્યાં એક વણકરની વણાટશાળામાં ઊતર્યા. આગળ ચોમાસું આવે. ચોમાસામાં એક ગામથી બીજા ગામ ન ફરે, એટલે ત્યાં જ રહ્યા. ત્યાં આવ્યો એક ચિતારાનો છોકરો. તેનું નામ ગોશાળો. ભારે અપલખણો ને ભારે અટકચાળો. લોકોને ચિત્રો બતાવીને ગુજરાન ચલાવે. તેણે વિચાર કર્યો : “લાવને આ સંતનો શિષ્ય થઈ જાઉં. મજેનું ખાવા મળશે ને વળી લોક મહારાજ કહેશે.” વર્ધમાન ધ્યાનમાં ઊભા હતા ત્યાં આવીને એ બોલ્યો : ભગવાન ! હું તમારો ચેલો. પણ ભગવાન તો મૌન હતા. ગૌશાળો જાતે તેમનો ચેલો બન્યો. ચોમાસું પૂરું થયું. શ્રી વર્ધમાને વિહાર કર્યો. ગોશાળો પણ સાથે ચાલ્યો. ક્યાં ગુરુ? ક્યાં ચેલો? શ્રી વર્ધમાન ધ્યાનમાં જ રહે. ગોશાળો લોકોનાં અટકચાળાં કરે ને માર ખાય. સાથે ગુરુને પણ માર ખવરાવે. જુઓ, ચેલાના વર્તન ! For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ .ن . . . . . એક દિવસ શ્રી વર્ધમાન ચાલ્યા જાય. ગોશાળો પણ તેમની સાથે હતો. એવામાં મારગે મળ્યા સિપાઈ. તેમણે સવાલ પૂછયો, “કોણ છો તમે ?” શ્રી વર્ધમાન તો ધ્યાનમાં હતા એટલે કાંઈ બોલ્યા નહિ. ગોશાળે પણ એ જોઈ ધ્યાન લગાવ્યું. તે પણ કાંઈ બોલ્યો નહિ. - સિપાઈઓએ બન્નેને પકડ્યા અને નાખ્યા હેડમાં. ખૂબ સતાવ્યા, પણ શ્રી વર્ધમાન તો સાચા સંત ! સંતનાં પારખાં સિપાઈ શું કરે? થોડીવારમાં સિપાઈઓએ જાણ્યું કે આ તો કોઈ મહાપુરુષ છે. બહુ માઠું થયું. આપણે ઓળખ્યા નહિ, ચાલો એમની માફી માગીએ. તેમણે શ્રી વર્ધમાન આગળ માફી માગી, શ્રી વર્ધમાન તો ક્ષમાના ભંડાર. તેમને ક્રોધ જ ક્યાં હતો કે ક્ષમા આપવાની બાકી રહે ! એક વખત શ્રી વર્ધમાન જંગલી મુલકમાં ગયા. તેનું નામ રાઢ. ત્યાંના માણસો બહુ જંગલી, તેઓ સાધુને જુએ કે મારવા દોડે, કૂતરા કરડાવે અને ભયંકર ત્રાસ આપે. શ્રી વર્ધમાનને પણ તેમણે ખૂબ સતાવ્યા. વળી ત્યાં ન મળે રહેવાનું સ્થાન કે ન મળે ભિક્ષા; પણ તેમને તો વહાલું તપ. સદા તપ કરે અને ધ્યાન ધરે. ઘણા માસ તેઓ અહીં ફર્યા. ગોશાળો આ વખતે સાથે નહોતો. તે જાણતો હતો કે રાઢ કેવો ભયંકર દેશ છે. શ્રી વર્ધમાન પાછા ફર્યા કે તરત For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મહાવીર ૧૩ કદી * * TA આવી મળ્યો. - એક વખત શ્રી વર્ધમાન ધ્યાનમાં મસ્ત થઈને ઊભા હતા. અંધારી ઘોર રાત, ટાઢ તો કહે મારું કામ, એવામાં વેપાર માટે દૂર-દેશાવર જતો એક કાફલો આવ્યો. એ રાતે કડકડતી ટાઢ પડી, એટલે તેમણે તાપણાં સળગાવ્યાં. આખી રાત તપ્યા. સવારે તેઓ આગળ ચાલ્યા, પણ પેલાં તાપણાં તો સળગતાં જ રહ્યાં. તેની પાસે જે ઘાસ હતું તે પણ સળગ્યું. શું એના ભડકા ? શું એનો તાપ ? એ અગ્નિ તો ચારે બાજુ વધવા જ લાગ્યો, વધતાં વધતાં તે ખૂબ વધ્યો અને આવ્યો ગુરુ-ચેલા આગળ. - સાચા સંત વર્ધમાન તો ન હાલે કે ન ચાલે, પણ ગોશાળાથી તાપ સંખાયો નહિ, તેણે પાડી બૂમ : “ગુરુજી ! ભાગો ! કાળમુખો અગ્નિ તો આવી પહોંચ્યો, હમણાં બળીને ભસ્મ થઈ જઈશું.” આટલું બોલીને ગોશાળો ભાગ્યો; પણ સાચા સંત શ્રી વર્ધમાન શાંતિથી ઊભા રહ્યા. તેમના પગ બળવા માંડ્યા, પણ તેઓ ધ્યાનથી ડગ્યા નહિ. શ્રી વર્ધમાન ધ્યાનમાં ઊભા છે, એવામાં એક ગોવાળ આવ્યો. સાથે બળદ. એને ગામમાં જઈ તરત પાછા ફરવું. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ - - - - - - થોડા માટે બળદ કોણ સાથે લઈ જાય અને લાવે ? એટલે તે બોલ્યો : “ઓ ભાઈ ! જરા બળદ સાચવજો.” શ્રી વર્ધમાન તો ધ્યાનમાં હતા એથી કાંઈ જવાબ આપ્યો નહિ. ગોવાળ સમજ્યો કે તેમણે સાચવવાનું કબૂલ્યું છે, એટલે તે ગયો ગામમાં. કહ્યું છે કે “ધણી વિનાનાં ઢોર સૂનાં. અહીં બળદ પણ આડાઅવળા ચાલ્યા ગયા. ગોવાળ પાછો આવ્યો, જુએ તો બળદ નહિ. તે બોલ્યો “અરે સાધુમહારાજ ! મારા બળદ ક્યાં?? પણ કાંઈ જવાબ મળ્યો નહિ. ગોવાળ ગુસ્સે થયો, તેણે ફરીને પૂછ્યું : “અરે મહારાજ ! મારા બળદ ક્યાં ગયા?’ તોય કાંઈ જવાબ મળ્યો નહિ. ગોવાળ થયો બહુ ગુસ્સે. તે બરાડ્યો, કેમ અલ્યા સાધુડા, નથી સાંભળતો? તારા કાનનાં આ કાણાં નકામાં છે કે શું?’ છતાં કાંઈ જવાબ મળ્યો નહિ. ગોવાળે લોઢાના ખીલા જેવી અણીદાર બે સળીઓ કાનમાં ઠોકી દીધી. અહા ! આટઆટલું સંકટ, પણ વર્ધમાનના મુખમાંથી અરેકારો નહિ. શું ક્ષમા ! શું સહનશીલતા ! ધ્યાન પૂરું થતાં ગામમાં ગયા અને ઘેર ઘેર ફરીને ભિક્ષા લીધી. ત્યાં બે ચતુર મિત્રોએ એમને જોયા. એમણે તરત પારખી લીધું કે આ મહાત્માના શરીરમાં કાંઈક પીડા છે, પણ સંત કાંઈ બોલતા નથી. એ તો પાછા ગામબહાર આવ્યા ને ધ્યાનમાં For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મહાવીર ડાયો ૧૫ ••••• , ,, ૭ તીર્થકર શ્રી મહાવીર For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૨ જોડાયા. પેલા ભાઈબંધોથી આ દુઃખ ન જોવાયું. તેઓ પાછળ પાછળ આવ્યા અને કુશળતાથી સળીઓ ખેંચી કાઢી. પણ અહા શું પીડા ! સિંહસમા શ્રી વર્ધમાનના મોઢામાંથી પણ ભયંકર ચીસ નીકળી ગઈ. કેવી વીરતા ! આવી વીરતા કદી જોઈ નથી કે સાંભળી નથી. આવા તો અનેક દુઃખ આવ્યાં, અનેક સંકટ પડ્યાં. શ્રી વર્ધમાન આવી આવી અનેક વીરતાથી જ મહાવીર કહેવાયા. વૈશાખનો મહિનો છે. સુંદર ઋતુ છે. ખુશનુમા હવા વહે છે. પ્રભુ મહાવીર એક શાલના ઝાડ નીચે ડાંગરના ખેતરમાં ધ્યાન લગાવીને બેઠા છે. પાસે ધીમી ધીમી નદી વહે છે. દિવસનો ચોથો પહોર છે. પોતાને છઠનું તપ છે. આ વખતે તેમની મહાન તપશ્ચર્યા ફળી. તેમને કેવળજ્ઞાન થયું. એટલે ત્રણ કાળનું બધું બરાબર જાણવા લાગ્યા. સાચા સુખનો માર્ગ તેમને મળી ગયો. આ વખતે હિંદમાં ધનધાન્ય ખૂબ હતાં, કલાકૌશલ્ય ઘણું હતું, પણ સાચો ધર્મ દુર્લભ હતો. મહાવીરે આ બધી સ્થિતિ ધ્યાનમાં લઈ ઉપદેશ શરૂ કર્યો : For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મહાવીર ૧૭. ki, શિવ ' મ હિંસા ભરેલા હોમહવન ને ક્રિયાકાંડથી ખરો ધર્મ થતો નથી. આત્માની પવિત્રતા એ જ ખરો ધર્મ છે. સદ્ગણી છે તે જ બ્રાહ્મણ છે, જે દુરાચારી છે તે શૂદ્ર છે. જન્મથી કોઈ બ્રાહ્મણ કે શૂદ્ર નથી. “ધર્મનો ઇજારો કોઈ પણ માણસનો હોઈ શકે નહિ. દરેક મનુષ્ય ધર્મ કરી શકે છે. શું બ્રાહ્મણ ! શું શૂદ્ર ! શું પુરુષ ! શું સ્ત્રી ! “અહિંસા એ જ પરમ ધર્મ છે. “પૂરેપૂરો વિકાસ થાય તો આત્મા જ પોતે પરમાત્મા બને છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ - - 11 : “વસ્તુની બધી બાજુ જોવાથી જ તેનું સાચું સ્વરૂપ સમજાય છે. એક બાજુ જોવાથી જ જગતમાં ઝઘડા જામ્યા છે.” વગેરે. પ્રભુ મહાવીર સામાન્ય લોકોની ભાષામાં પોતાનો ઉપદેશ દેવા લાગ્યા. કેવળજ્ઞાન થયા પછી ત્રીસ વર્ષ સુધી તેમણે દેશના જુદા જુદા ભાગમાં ફરીને ઉપદેશ આપ્યો. ચારે વર્ણનાં સ્ત્રીપુરુષો તેમના શિષ્ય થયાં. ઇંદ્રભૂતિ ગૌતમ, સુધર્મા આદિ મહાન વિદ્વાન બ્રાહ્મણો; ઉદાયી, મેઘકુમાર આદિ ક્ષત્રિયો; ધન્ના, શાલિભદ્ર વગેરે વેશ્યો; મેતારજ, હરિકેશી વગેરે શૂદ્રો પ્રભુના ત્યાગી શિષ્ય હતા. વૈશાલીપતિ ચેડા મહારાજ, મગધપતિ શ્રેણિક, પુત્ર કોણિક વગેરે ક્ષત્રિયો; આનંદ કામદેવ વગેરે વેપાર ને ખેતી કરનાર વૈશ્યો, શકટાલ ને ટંક વગેરે કુંભારો પ્રભુના ખાસ ગૃહસ્થ શિષ્ય હતા. ત્યાગી સ્ત્રીશિષ્યાઓમાં ચંદનબાળા તથા પ્રિયદર્શના ક્ષત્રિય પુત્રીઓ હતી. દેવાનંદા બ્રાહ્મણી હતી. ગૃહસ્થ સ્ત્રીશિષ્યોમાં રેવતી, સુલા, જયન્તી વગેરે વિદુષી બાઈઓ હતી. કુલ ૨૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્વીઓ પ્રભુ મહાવીરને હાથે દીક્ષા પામ્યાં હતાં. ગૃહસ્થ સ્ત્રીપુરુષો તો ઘણાં જ હતાં. પ્રભુ મહાવીરે આ બધાંનો સંઘ સ્થાપ્યો. આવો For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી મહાવીર સંઘ તીર્થ કહેવાય છે, એટલે તેઓ તીર્થકર કહેવાયા. એ ચોવીસમા તીર્થંકર હતા. એમના પછી બીજું કોઈ તીર્થકર થયું નથી, એટલે તે ચરમ તીર્થકર કહેવાય છે. સડેલા સમાજ આગળ આદર્શ જીવન ગાળનારાઓનો સંઘ સ્થાપી પ્રભુએ જગતસુધારણાની ઘોષણા કરી. અનેક વહેમો ને અનેક કુરિવાજો ઊખડી ગયા. લોકો અહિંસાનું રહસ્ય સમજવા લાગ્યા. જ્ઞાન અને સાચા ત્યાગનો ભારતવર્ષમાં ફરીથી પ્રકાશ થયો. વિહાર કરતા પ્રભુ મહાવીર પાવાપુરી ગયા. ત્યાં ઘણા રાજાઓ એકઠા થયેલા હતા. તેમને પણ મહાવીરે અમૃતવાણીથી દેશના દીધી. આ છેલ્લી દેશના દઈ પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા. અહા ! ભારતવર્ષનો સૂરજ આથમી ગયો. ભક્તોએ તેમની ખોટ પૂરી પાડવા લાખો દીવા પ્રગટ કર્યા. આ દિવસથી દિવાળીનું પર્વ શરૂ થયું. જે મહાપુરુષે અજોડ જીવન ગુજારી આત્માનું અને જગતનું કલ્યાણ કર્યું તેના પૂરેપૂરા ગુણ કોણ ગાઈ શકે ? અગણિત વંદન હો પ્રભુ મહાવીરને ! અગણિત વંદન હો એ માનવજાતિના ઉદ્ધારકને ! For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી પાર્શ્વનાથ ગંગાજી ધીમાં ધીમાં વહે છે. તેના કિનારે મોટું શહેર છે. તેનું નામ કાશી. ત્યાં અશ્વસેન રાજા રાજ કરે. તેમની પટરાણીનું નામ વામાદેવી. એક દિવસની વાત છે. અંધારી ઘોર રાત છે. વામાદેવી છત્રપલંગમાં સૂતાં છે. એવામાં પડખે થઈને કાળો નાગ નીકળ્યો. એક અંધારું ઘોર અને વળી તેમાં કાળો નાગ. એ તે શું દેખાય ? પણ વામાદેવીએ એ કાળા નાગને જોયો. જોયો છતાં જરા પણ બીકનું નામ નહિ. બીજે દિવસે આ વાત અશ્વસેન રાજાને કહી. અશ્વસેના રાજા કહે, “અંધારી રાતે કાળો નાગ આપણી આંખે તો ન દેખાય. તમને એ દેખાયો તે પ્રભાવ તમારા ગર્ભનો. મને લાગે છે કે તમને મહાપ્રતાપી બાળક જન્મશે.” સમય થતાં વામાદેવીને પુત્ર થયો. તેની કાન્તિ કહેવાય નહિ. ગુણ ગણાય નહિ. જ્ઞાન પમાય નહિ. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૧ તીર્થકર શ્રી પાર્શ્વનાથ - - - - - - તેમનું નામ પાડ્યું પાર્શ્વ. રાજાના કુંવરને શાની ખોટ હોય ? તેમની સેવામાં અનેક દાસદાસી હાજર રહે. આનંદ ઊછરતા પાકુમાર મોટા થયા. તેમના પરાક્રમનો પાર નહિ. દુનિયા આખી તેમનાં વખાણ કરે. આ વખતે કુશસ્થળ નામે એક મોટું નગર હતું. તેના રાજાનું નામ પ્રસેનજિત. પ્રસેનજિતને એક કુંવરી હતી. તેનું નામ પ્રભાવતી. તે ગુણ તથા રૂપનો ભંડાર હતી. તેના પિતાએ તેનો વિકાસ કરવાને ખૂબ મહેનત કરી હતી. તે બાળા મટી યુવતી થવા લાગી. હવે રાજારાણી વિચારે છે : દેવી જેવી આ દીકરીને ક્યાં પરણાવીશું? આને લાયક પતિ ક્યાં મળશે ? તેઓ લાયક પતિની ખૂબ શોધ કરે. એક દિવસ સહિયરો સાથે પ્રભાવતી ઉપવનમાં આવી. ત્યાં રંગબેરંગી ફૂલ છે. મીઠાં મીઠાં ફળ છે. સુંદર લતાના માંડવા છે. નાના નાના હોજ છે. તેમાં રાજહંસ તરે છે. કિનારે સારસ ઊભાં છે. પ્રભાવતી આ બધી શોભા જુએ છે ને આનંદ પામે છે, એવામાં એક ગીત સાંભળ્યું : (ઢાળ : અમર વાડીમાં ડંકો વાગે છે.) ધીમાં ધીમાં ગંગાનાં નીર જ્યાં રે ! એક કાશી સોહામણું શહેર ત્યાં રે ! ધીમાં ધીમાં.૧ ત્યાં રાજ્ય કરે રૂડા રાજિયા રે ! જેના જશ જગતમાં ગાજિયા રે ! ધીમાં ધીમાં. ૨ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ રાજપુત્ર ત્યાં પાર્શ્વકુમાર છે રે રૂપગુણ તણા એ ભંડાર છે રે ! ધીમાં ધીમાં. ૩ નહિ જોડી જગતમાં જેમની રે ! કરે કવિ કથા શું એમની રે ! ધીમાં ધીમાં. ૪ જે પામે સ્ત્રી એ ભરથારને રે! ધન્ય ધન્ય તેના અવતારને રે ! ધીમાં ધીમાં. ૫ પ્રભાવતીને આ ગીત બહુ જ ગમ્યું. તેમાં પાર્શ્વકુમારના પ્રભાવનાં ખૂબ વખાણ થતા હતાં. આ વખાણ સાંભળીને તેણે મનમાં નક્કી કર્યું કે પતિ હો તો આવો જ હોજો. પ્રભાવતી એટલે રૂપગુણ અને જ્ઞાનનો ભંડાર. તેનાં વખાણ દેશદેશમાં થાય. અને એથી ભલભલા રાજા પણ તેને પરણવાને ઇચ્છે. કલિંગ દેશનો રાજા યવન બહુ જબરો હતો. તે પ્રભાવતીને પરણવાનો નિશ્ચય કરીને બેઠો હતો. એક દિવસ સઘળે વાત ફેલાઈ ગઈ કે પ્રભાવતી સ્વયંવરા થઈને પાર્શ્વકુમાર પાસે જાય છે. સ્વયંવરા એટલે પોતાની મેળે પતિ શોધી લે તે. યવનરાજાએ આ વાત સાંભળી ને તે ખૂબ ચિડાયો અને કહેવા લાગ્યો : “હું છું છતાં પ્રભાવતીને પરણનાર પાર્શ્વકુમાર કોણ છે ? અને પ્રસેનજિત રાજા પણ કોણ છે કે મને પ્રભાવતી ન પરણાવે? હું જોઈશ કે પ્રભાવતી પાર્શ્વકુમારને કેવી રીતે પરણે છે?’ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૨૩ .ت.توت .ن.ت. યવન રાજાએ પોતાનું લશ્કર તૈયાર કર્યું, અને કુશસ્થળ નગર પર ચડાઈ કરી. થોડા જ સમયમાં લશ્કર કુશસ્થળ પર આવી પહોંચ્યું ને તેને ફરતો ઘેરો ઘાલ્યો. ઘેરો એવો તો સખત કે નગરમાંથી ચકલું પણ બહાર નીકળી શકે નહિ. રાજા પ્રસેનજિત ચિંતામાં પડ્યા. આટલા મોટા લશ્કરની સામે શી રીતે બચાવ થાય? જો કોઈ પણ રીતે રાજા અશ્વસેનની મદદ આવે તો જ બચાય, પણ તેમને મદદનો સંદેશો કોણ પહોંચાડે ! વિચાર કરતાં પોતાનો મિત્ર પુરુષોત્તમ યાદ આવ્યો. રાજા પ્રસેનજિતે પુરુષોત્તમને બોલાવ્યો ને પોતાનો વિચાર કહ્યો. પુરુષોત્તમ મિત્રનું કામ કરવાને તૈયાર જ હતો. જીવની દરકાર કર્યા વિના રાત્રે તે છાનોમાનો નગરમાંથી બહાર નીકળી ગયો, ને બને તેટલી ઝડપથી કાશી આવ્યો. અશ્વસેન રાજા સભા ભરીને બેઠા છે. ધર્મની વાતો ચાલે છે. એવામાં સિપાઈ આવ્યો. તે નમન કરીને બોલ્યો : મહારાજ ! બારણે કોઈ માણસ દૂર દેશથી આવ્યો છે. તે આપને કંઈક અરજ કરવા માગે છે.' અશ્વસેન રાજા કહે, તેને જલદી અંદર મોકલો. પુરુષોત્તમ અંદર આવ્યો ને રાજાને નમસ્કાર કર્યા. પછી સઘળી હકીકત જાહેર કરી. આ વાત સાંભળતાં અશ્વસેન રાજા કોપાયમાન થયા અને બોલી ઊઠ્યા : “યવન રાજાના શા ભાર છે કે તે પ્રસેનજિતને બિવરાવી શકે ? હું હમણાં For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૨ લશ્કર લઈને કુશસ્થળ જાઉં છું.' તરત જ લડાઈનાં નગારાં વાગ્યાં. લશ્કર બધું એકઠું થવા માંડ્યું. ૨૪ પાર્શ્વકુમાર મિત્રો સાથે આનંદ કરતા હતા. તેમણે લડાઈનાં નગારાં સાંભળ્યાં, લશ્કરની ધમાલ સાંભળી; અને એકદમ રમત પડતી મૂકી પોતાના પિતા પાસે આવ્યા. ત્યાં સેનાપતિઓને લડાઈ માટે તૈયાર થયેલા જોયા. એટલે પિતાને પ્રણામ કરીને પૂછ્યું : ‘પિતાજી, એવો કોણ શત્રુ છે કે જેના માટે આપ જેવા પરાક્રમીને આવી તૈયારી કરવી પડે છે ?” પિતાએ કહ્યું : ‘આ માણસના કહેવાથી પ્રસેનજિત રાજાને યવનરાજાથી બચાવવા જવાની જરૂ૨ પડી છે.' પાર્શ્વકુમારે બધી વાત સાંભળીને કહ્યું કે, તેની સામે આપને જવાની કાંઈ જ જરૂ૨ નથી. હું જ ત્યાં જઈશ.’ રાજા અશ્વસેન કહે, ‘પુત્ર ! મુશ્કેલીથી ભરેલી લડાઈમાં તને મોકલવો તે મારા મનને ઠીક લાગતું નથી. હું જાણું છું કે મારા પુત્રનું બળ અથાગ છે, પણ તે ઘરમાં રહીને આનંદવિનોદ કરે તે જ મને પસંદ છે.’ પાર્શ્વકુમાર કહે, ‘પિતાજી ! યુદ્ધ કરવું તે મારે મન આનંદવિનોદ જ છે. તેમાં મને જરા મહેનત પડવાની નથી. માટે આપ અહીં જ રહો ને મને લડાઈમાં જવાની આજ્ઞા આપો.’ પાર્શ્વકુમારના ખૂબ આગ્રહથી રાજા અશ્વસેને તેમની માગણી કબૂલ કરી. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી પાર્શ્વનાથ શુભ ચોઘડિયે પાર્શ્વકુમાર સૈન્ય લઈ કુશસ્થળ તરફ ચાલ્યા. ત્યાં આવીને રાજરીત પ્રમાણે યવન રાજાને એક સંદેશો મોકલ્યો : “હે રાજા, આ પ્રસેનજિત રાજા મારા પિતાને શરણ આવેલા છે, માટે તેમને સતાવવા છોડી દો. અહીંથી ફરીને તમારે ઠેકાણે પાછા ચાલ્યા જાવ. જો જલદી જશો તો તમારો ગુનો માફ કરીશું.” પણ અભિમાની યવન રાજા શેનો માને? ઊલટો પાર્શ્વકુમારને ધમકી આપવા લાગ્યો: “જો પાર્શ્વકુમારને જીવતા રહેવું હોય તો પાછા ફરે.” આ સાંભળીને યવન રાજાનો એક વૃદ્ધ પ્રધાન બોલ્યો : "મહારાજ, ગમે તેમ કરો, પણ પાકુમારને લડાઈમાં આપણે પહોંચી શકવાના નથી. વળી આપણી લડાઈ અભિમાનની છે, સાચી નથી. તો નકામી શા માટે માણસોની ખૂનરેજી થવા દેવી ?” યવનરાજાએ વિચાર કરતાં તેને આ વાત સાચી લાગી. તે પાર્શ્વકુમારને શરણે આવ્યો. હાથ જોડીને કહેવા લાગ્યો કે મારો ગુનો માફ કરો. પાર્શ્વકુમાર કહે, “હે રાજા, તમારું કલ્યાણ થાવ. તમે મારાથી ડરશો નહિ. તમારું રાજ્ય સુખેથી ભોગવો, પણ ફરી વાર આવું કરશો નહિ.' કુશસ્થળ નગર ઉપરથી ઘેરો ઊઠી ગયો ને યવન રાજા ચાલ્યો ગયો. રાજા પ્રસેનજિતના હરખનો પાર રહ્યો નહિ. એક તો શત્રુનો ભય ગયો ને બીજું પાર્શ્વકુમાર ઘરને આંગણે For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૨ મળ્યા. તે પ્રભાવતીને લઈને પાર્શ્વકુમારની છાવણીમાં આવ્યા ને પાર્શ્વકુમારને હાથ જોડીને વિનંતી કરી : આપે યવન રાજાના ભયમાંથી બચાવીને મારા પર મોટો ઉપકાર કર્યો છે, પણ આ પ્રભાવતીની સાથે વિવાહ કરીને બેવડો ઉપકાર કરો. એ આપને જ ચાહે છે ને આપને જ યાદ કર્યા કરે છે.’ આ સાંભળી પાર્શ્વકુમારે કહ્યું : “રાજા, હું તો શત્રુથી તમારો બચાવ કરવા અહીં આવેલો છું, પરણવાને નહિ. મારું કામ પૂરું થયું છે, માટે હું પાછો ફરીશ.’ આ સાંભળી પ્રભાવતીના દુઃખનો પાર રહ્યો નહિ. તે મોટી ચિંતામાં પડી કે હવે મારું શું થશે ! રાજા પ્રસેનજિત પણ વિચારમાં પડ્યા. આખરે મનમાં નક્કી કર્યું કે પાર્શ્વકુમાર પોતે તો આ વાત માનશે નહિ, પણ અશ્વસેન રાજાના કહેવાથી તે મારું ધાર્યું ક૨શે, માટે અશ્વસેન રાજાને મળવાનું બહાનું કાઢી હું પાર્શ્વકુમારની સાથે કાશી જાઉં. પાર્શ્વકુમારને વિદાય આપી. વિદાય આપતાં પ્રસેનજિત રાજા બોલ્યા : હે પ્રભુ ! અશ્વસેન રાજાના ચરણને નમવા હું તમારી સાથે આવીશ.' પાર્શ્વકુમારને ખુશી થઈ. તેમણે હા પાડી એટલે રાજા પ્રસેનજિત પ્રભાવતીને લઈ કાશી આવ્યા. પ્રસેનજિત રાજાએ અશ્વસેન રાજાને રાજરીત પ્રમાણે નમસ્કાર કરી પોતાની બધી હકીકત કહી. રાજા અશ્વેસને For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર શ્રી પાર્શ્વનાથ આ સાંભળી કહ્યું : ‘આ કુમાર મૂળથી જ વૈરાગ્યપ્રિય છે. તેથી તે શું કરશે તે હજી અમે જાણી શક્યા નથી. અમને પણ હોંશ છે કે ક્યારે તે યોગ્ય કન્યા સાથે પરણે ! જોકે તેને પરણવું પસંદ નથી, છતાં તમારા આગ્રહથી પ્રભાવતી સાથે જ તેનો વિવાહ કરીશું.’ અશ્વસેન રાજા પ્રસેનજિત સાથે પાર્શ્વકુમા૨ને મળ્યા અને કહ્યું : “પુત્ર ! પ્રભાવતીએ તારા માટે ખૂબ સહન કર્યું છે. ખરેખર તારા માટે આથી વધારે લાયક કન્યા કોઈ જ નથી. માટે પ્રભાવતી સાથે લગ્ન કરી સુખી થા.’ પાર્શ્વકુમારે કહ્યું : ‘પિતાજી ! મને એ જીવન પસંદ નથી છતાં પિતાના આગ્રહથી તેમણે પ્રભાવતી સાથે લગ્ન કર્યાં. એક દિવસ પાર્શ્વકુમાર મહેલ ઉપર ચઢી ગોખમાં બેઠા છે, કાશી નગરીને જોઈ રહ્યા છે. એવામાં લોકોનાં ટોળેટોળાં ફૂલની છાબડીઓ ભરી ઉતાવળાં ઉતાવળાં નગર બહાર જતાં જોયાં. પાર્શ્વકુમારે પાસેના માણસોને પૂછ્યું : “આજ શેનો તહેવાર છે કે લોકો આટલા બધા ઉતાવળા થઈ નગર બહાર જઈ રહ્યા છે ?” માણસોએ જણાવ્યું કે, ‘કમઠ નામે મોટો તપસ્વી શહેરની બહાર આવેલો છે. તે પોતાની ચારે બાજુ દેવતા સળગાવે છે, માથા પર સૂરજનો તાપ લે છે, એટલે કે For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ . . . . . . પંચાગ્નિ તપ કરે છે. માટે લોકો તેની પૂજા કરવા જાય છે. પાર્શ્વકુમારને આવું કૌતુક જોવાની ઇચ્છા થઈ. તેઓ પોતાના માણસો સાથે ત્યાં આવ્યા. ત્યાં જોયું કે કમઠે પોતાની ચારે બાજુ મોટાં મોટાં લાકડાં મૂકીને ધૂણી ધખાવી હતી. કુશળ પાર્શ્વકુમારે પોતાના જ્ઞાનથી આ લાકડામાં એક મોટા સાપને બળતો જોયો. આ જોઈને તેમનું હૈયું દયાથી ઊભરાયું. તેઓ બોલી ઊઠ્યા : “અરે ! આ કેટલી બધી ગેરસમજ છે ? કેવળ શરીરને કષ્ટ આપવાથી તે તપ થતાં હશે? વગર સમયે પશુની માફક ટાઢતાપ સહન કરવાથી શો લાભ વારુ ? તપ વગેરે ધર્મનાં અંગ અહિંસા વિના નકામાં છે. અહિંસા એ જ પરમ ધર્મ છે. ધર્મ સમજીને ધર્મ આચરવો જોઈએ.” આ સાંભળી દેહદમનને જ ધર્મ ગણનાર કમઠ બોલ્યો : “હે રાજકુમાર, ધર્મની બાબતમાં તમે શું જાણો ? તમે તો હાથીઘોડા ખેલવી જાણો. ધર્મ તો અમારા જેવા તપસ્વી જ જાણે.” આ સાંભળી પાર્શ્વકુમારને વિચાર થયો અહો, માણસનું શું અભિમાન છે ને ? બિચારાને દયાની તો ખબર નથી ને ધર્મ કરે છે. તેમણે પોતાના માણસોને કહ્યું : “આ લાકડું ધૂણીમાંથી બહાર ખેંચી કાઢો ને સાચવીને તેના બે ભાગ કરો.' માણસોએ તેમ કર્યું તો તેમાંથી મોટો નાગ નીકળ્યો. al For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી પાર્શ્વનાથ ર૯ તેનું શરીર દાઝયું હતું. તેને પીડા થતી હતી. પાર્શ્વકુમારે તેને માણસ દ્વારા પવિત્ર શબ્દો (નવકારમંત્ર) સંભળાવ્યા. તે નાગ તરત જ મરણ પામ્યો. કમઠ આ જોઈ ઝંખવાણો પડી ગયો. તેને લાગ્યું કે પાર્શ્વકુમારે બધા વચ્ચે મારી ફજેતી કરી, એથી ખૂબ ખિજાયો. એણે એ જાતનું તપ ચાલુ જ રાખ્યું. થોડા સમયમાં આવું તપ કરીને તે મરણ પામ્યો. તે એક જાતનો દેવ થયો. તેનું નામ મેઘમાળી. પેલો નાગ મરીને નાગરાજ થયો. તેનું નામ ધરëદ્ર. વસંત ઋતુ આવતાં વનની શોભા ખીલી ઊઠી છે. પાર્શ્વકુમાર પ્રભાવતી સાથે વનની શોભા જોવા નીકળ્યા છે. તેઓ ફરતાં ફરતાં એક મહેલ આગળ આવ્યાં. મહેલ ખૂબ રળિયામણો છે. જ્યાં નજર નાખે ત્યાં કાંઈક સુંદર કોતરણી. જ્યાં નજર નાખે ત્યાં કાંઈક સુંદર કારીગરી. એ મહેલમાં પાર્શ્વકુમાર તથા પ્રભાવતી આરામ કરવા દાખલ થયાં. મહેલના દીવાનખાનામાં ચિત્રો જોતાં જોતાં તેઓ એક સુંદર ચિત્ર આગળ આવ્યાં. તેમાં નેમનાથની જાન ચીતરેલી છે. તેમનાથ પશુનો પોકાર સાંભળે છે. તેમનું હૈયું દયાથી ઊભરાય છે. તેઓ પશુને છોડાવી મૂકે છે ને રથને પાછો ફેરવે છે. પાર્શ્વકુમારને આ જોઈ પોતાના જીવનસંબંધી વિચારો આવ્યા. જગતના મોજશોખમાં જ જીવન પસાર કરવું તે આ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧.૨ . . .ن.ت. જીવનનો હેતુ નથી. જીવનનું સાચું સ્વરૂપ સમજી તેને આચરણમાં મૂકવું એ જ યોગ્ય છે. એથી જગતના મોજશોખમાંથી તેમનું મન ઊઠી ગયું. ઊંચું જીવન ગાળવા દૃઢ ઇચ્છા થઈ. આવી ઇચ્છાને વૈરાગ્ય કહે છે. પાર્શ્વકુમાર દુઃખીનો વિસામો હતા. પતિતના ઉદ્ધારક હતા. મન, વચન ને કાયાથી કોઈ પણ પ્રાણીને દુઃખ ન થાય તેવું ઇચ્છતા હતા. તેમનો વૈરાગ્ય વધતો જ ગયો. વૈરાગ્યની બહારની નિશાની તરીકે તેમણે વરસ સુધી સોનામહોરોનું દાન દીધું. છેવટે ત્રણ ઉપવાસ કર્યા ને માતાપિતાનો ટૂંકો સંબંધ છોડી દુનિયા સાથે પ્રેમભાવથી વિશાળ સંબંધ બાંધ્યો. એટલે સર્વ જીવોનું હિત કરવા સાધુ થયા. બીજા પણ ઘણા માણસો તેમની સાથે સાધુ થયા. તેઓ સાધુજીવન ગાળતાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફરવા લાગ્યા. પાર્શ્વકુમાર ફરતાં ફરતાં એક દિવસ શહેરની નજીક તાપસના આશ્રમ પાસે આવ્યા. સાંજ પડી ગઈ હતી ને રાત્રે ફરવું નહિ એટલે કૂવા પાસે એક વડ નીચે ધ્યાન લગાવીને ઊભા. - મેઘમાળીને પાર્શ્વનાથ પર વેર હતું એટલે તે રાત્રે પાર્શ્વનાથને અનેક જાતની સતામણી કરી, સિંહ તથા હાથીના ભય બતાવ્યા. રીંછ તથા ચિત્તાના ભય બતાવ્યા, સાપ ને વીંછીના ભય બતાવ્યા; એમ ઘણા ઘણા ભય બતાવ્યા, પણ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર શ્રી પાર્શ્વનાથ .ت.ت .ن.ت. પાર્શ્વનાથ જરા પણ ધ્યાનમાંથી ડગ્યા નહિ. છેવટે મેઘમાળીએ ભયંકર વરસાદનું તોફાન શરૂ કર્યું. આકાશમાં ઘનઘોર વાદળાં થયાં. ચારે બાજુ કાનને ફાડી નાખે તેવો વાદળાંનો ગડગડાટ થયો. વીજળી તો જાણે પડી કે પડશે તેમ ચમકવા લાગી. મુશળધાર વરસાદ શરૂ થયો. ઝાડ ઊખડી પડ્યાં. પંખી ને જાનવરો બિચારાં નાસભાગ કરવા માંડ્યાં. જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર. પ્રભુ પાર્શ્વનાથની ચારે બાજુ પાણી ફરી વળ્યું. જોતજોતામાં પાણી ઢીંચણ સુધી આવ્યું. બીજી થોડી વાર થઈ ને પાણી કેડ સુધી આવ્યું. પછી તો ગળા સુધી આવ્યું ને છેવટે નાક સુધી આવ્યું, પણ પાર્શ્વનાથ તો પોતાના ધ્યાનમાંથી સહેજ પણ ડગ્યા નહિ. ધરણ્દ્ર નામે નાગરાજે આ જોયું ને તેણે પ્રભુના ઉપકારનો બદલો વાળવા જાતે આવી એ સતામણી બંધ કરાવી. આ વખતે પણ પાર્શ્વનાથ તો શાંત ભાવે જ ઊભા હતા. તેમને મન તો ધરદ્ર પણ સરખો હતો ને મેઘમાળી પણ સરખો હતો. ધન્ય છે આવા સમભાવી મહાત્માઓને ! શ્રી પાર્શ્વનાથને આ બનાવ બન્યા પછી થોડા દિવસે કેવળજ્ઞાન થયું, એટલે તેમણે બધા લોકોને પવિત્ર જીવન જીવવાનો ઉપદેશ આપ્યો. ઘણાં સ્ત્રી-પુરુષો એવું જીવન જીવવા લાગ્યાં. આ પવિત્ર જીવન જીવનારનો એક સંઘ સ્થાપ્યો. આવા સંઘને તીર્થ કહે છે. તેથી પાર્શ્વનાથ તીર્થ કરનારા એટલે For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧- ૨ તીર્થકર થયા. તેમનાં માતાપિતા તથા પ્રભાવતી પણ આ પવિત્ર સંઘમાં જોડાયાં. કુલ સો વરસનું આયુષ્ય ભોગવી શ્રી પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાનની જે ! બોલો શ્રી તેવીસમા તીર્થંકર દેવકી જે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થંકર શ્રી શાંતિનાથ, તીર્થંકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમા૨ ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઇલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધન્નો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ USRO पामोसिद्ध / णमोआयरिया C/Oaa 54 go ચરિત્ર ચારિત્ર્યને ઘડે છે. એને લક્ષમાં રાખીને જૈન ધર્મના મહાન તીર્થકરો, પ્રતાપી વીરપુરુષો અને દાનવીરોના ચરિત્રોનું અહીં સંક્ષિપ્તમાં પ્રેરક આલેખન કરવામાં આવ્યું છે. એક આખી પેઢી ! ધર્મસંસ્કારોનું ઘડતર કરનારી ન બાલગ્રંથાવલિ આજે પણ એટલી જ રક અને પ્રભાવક લાગે છે. સતી 2 - અને પાવન પર્વોનો પણ આનાથી રચય મળે છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારનો બોધ બારી કોના જીવનમાં 2281243 Serving Jinshasa ITI