Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 30
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ . . . . . . પંચાગ્નિ તપ કરે છે. માટે લોકો તેની પૂજા કરવા જાય છે. પાર્શ્વકુમારને આવું કૌતુક જોવાની ઇચ્છા થઈ. તેઓ પોતાના માણસો સાથે ત્યાં આવ્યા. ત્યાં જોયું કે કમઠે પોતાની ચારે બાજુ મોટાં મોટાં લાકડાં મૂકીને ધૂણી ધખાવી હતી. કુશળ પાર્શ્વકુમારે પોતાના જ્ઞાનથી આ લાકડામાં એક મોટા સાપને બળતો જોયો. આ જોઈને તેમનું હૈયું દયાથી ઊભરાયું. તેઓ બોલી ઊઠ્યા : “અરે ! આ કેટલી બધી ગેરસમજ છે ? કેવળ શરીરને કષ્ટ આપવાથી તે તપ થતાં હશે? વગર સમયે પશુની માફક ટાઢતાપ સહન કરવાથી શો લાભ વારુ ? તપ વગેરે ધર્મનાં અંગ અહિંસા વિના નકામાં છે. અહિંસા એ જ પરમ ધર્મ છે. ધર્મ સમજીને ધર્મ આચરવો જોઈએ.” આ સાંભળી દેહદમનને જ ધર્મ ગણનાર કમઠ બોલ્યો : “હે રાજકુમાર, ધર્મની બાબતમાં તમે શું જાણો ? તમે તો હાથીઘોડા ખેલવી જાણો. ધર્મ તો અમારા જેવા તપસ્વી જ જાણે.” આ સાંભળી પાર્શ્વકુમારને વિચાર થયો અહો, માણસનું શું અભિમાન છે ને ? બિચારાને દયાની તો ખબર નથી ને ધર્મ કરે છે. તેમણે પોતાના માણસોને કહ્યું : “આ લાકડું ધૂણીમાંથી બહાર ખેંચી કાઢો ને સાચવીને તેના બે ભાગ કરો.' માણસોએ તેમ કર્યું તો તેમાંથી મોટો નાગ નીકળ્યો. Jain Education International al For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36