________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧.૨
.
.
.ن.ت.
જીવનનો હેતુ નથી. જીવનનું સાચું સ્વરૂપ સમજી તેને આચરણમાં મૂકવું એ જ યોગ્ય છે. એથી જગતના મોજશોખમાંથી તેમનું મન ઊઠી ગયું. ઊંચું જીવન ગાળવા દૃઢ ઇચ્છા થઈ. આવી ઇચ્છાને વૈરાગ્ય કહે છે.
પાર્શ્વકુમાર દુઃખીનો વિસામો હતા. પતિતના ઉદ્ધારક હતા. મન, વચન ને કાયાથી કોઈ પણ પ્રાણીને દુઃખ ન થાય તેવું ઇચ્છતા હતા. તેમનો વૈરાગ્ય વધતો જ ગયો. વૈરાગ્યની બહારની નિશાની તરીકે તેમણે વરસ સુધી સોનામહોરોનું દાન દીધું. છેવટે ત્રણ ઉપવાસ કર્યા ને માતાપિતાનો ટૂંકો સંબંધ છોડી દુનિયા સાથે પ્રેમભાવથી વિશાળ સંબંધ બાંધ્યો. એટલે સર્વ જીવોનું હિત કરવા સાધુ થયા. બીજા પણ ઘણા માણસો તેમની સાથે સાધુ થયા. તેઓ સાધુજીવન ગાળતાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફરવા લાગ્યા.
પાર્શ્વકુમાર ફરતાં ફરતાં એક દિવસ શહેરની નજીક તાપસના આશ્રમ પાસે આવ્યા. સાંજ પડી ગઈ હતી ને રાત્રે ફરવું નહિ એટલે કૂવા પાસે એક વડ નીચે ધ્યાન લગાવીને ઊભા. - મેઘમાળીને પાર્શ્વનાથ પર વેર હતું એટલે તે રાત્રે પાર્શ્વનાથને અનેક જાતની સતામણી કરી, સિંહ તથા હાથીના ભય બતાવ્યા. રીંછ તથા ચિત્તાના ભય બતાવ્યા, સાપ ને વીંછીના ભય બતાવ્યા; એમ ઘણા ઘણા ભય બતાવ્યા, પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org