Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૨ મળ્યા. તે પ્રભાવતીને લઈને પાર્શ્વકુમારની છાવણીમાં આવ્યા ને પાર્શ્વકુમારને હાથ જોડીને વિનંતી કરી : આપે યવન રાજાના ભયમાંથી બચાવીને મારા પર મોટો ઉપકાર કર્યો છે, પણ આ પ્રભાવતીની સાથે વિવાહ કરીને બેવડો ઉપકાર કરો. એ આપને જ ચાહે છે ને આપને જ યાદ કર્યા કરે છે.’ આ સાંભળી પાર્શ્વકુમારે કહ્યું : “રાજા, હું તો શત્રુથી તમારો બચાવ કરવા અહીં આવેલો છું, પરણવાને નહિ. મારું કામ પૂરું થયું છે, માટે હું પાછો ફરીશ.’ આ સાંભળી પ્રભાવતીના દુઃખનો પાર રહ્યો નહિ. તે મોટી ચિંતામાં પડી કે હવે મારું શું થશે ! રાજા પ્રસેનજિત પણ વિચારમાં પડ્યા. આખરે મનમાં નક્કી કર્યું કે પાર્શ્વકુમાર પોતે તો આ વાત માનશે નહિ, પણ અશ્વસેન રાજાના કહેવાથી તે મારું ધાર્યું ક૨શે, માટે અશ્વસેન રાજાને મળવાનું બહાનું કાઢી હું પાર્શ્વકુમારની સાથે કાશી જાઉં. પાર્શ્વકુમારને વિદાય આપી. વિદાય આપતાં પ્રસેનજિત રાજા બોલ્યા : હે પ્રભુ ! અશ્વસેન રાજાના ચરણને નમવા હું તમારી સાથે આવીશ.' પાર્શ્વકુમારને ખુશી થઈ. તેમણે હા પાડી એટલે રાજા પ્રસેનજિત પ્રભાવતીને લઈ કાશી આવ્યા. પ્રસેનજિત રાજાએ અશ્વસેન રાજાને રાજરીત પ્રમાણે નમસ્કાર કરી પોતાની બધી હકીકત કહી. રાજા અશ્વેસને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36