Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 23
________________ ૨૧ તીર્થકર શ્રી પાર્શ્વનાથ - - - - - - તેમનું નામ પાડ્યું પાર્શ્વ. રાજાના કુંવરને શાની ખોટ હોય ? તેમની સેવામાં અનેક દાસદાસી હાજર રહે. આનંદ ઊછરતા પાકુમાર મોટા થયા. તેમના પરાક્રમનો પાર નહિ. દુનિયા આખી તેમનાં વખાણ કરે. આ વખતે કુશસ્થળ નામે એક મોટું નગર હતું. તેના રાજાનું નામ પ્રસેનજિત. પ્રસેનજિતને એક કુંવરી હતી. તેનું નામ પ્રભાવતી. તે ગુણ તથા રૂપનો ભંડાર હતી. તેના પિતાએ તેનો વિકાસ કરવાને ખૂબ મહેનત કરી હતી. તે બાળા મટી યુવતી થવા લાગી. હવે રાજારાણી વિચારે છે : દેવી જેવી આ દીકરીને ક્યાં પરણાવીશું? આને લાયક પતિ ક્યાં મળશે ? તેઓ લાયક પતિની ખૂબ શોધ કરે. એક દિવસ સહિયરો સાથે પ્રભાવતી ઉપવનમાં આવી. ત્યાં રંગબેરંગી ફૂલ છે. મીઠાં મીઠાં ફળ છે. સુંદર લતાના માંડવા છે. નાના નાના હોજ છે. તેમાં રાજહંસ તરે છે. કિનારે સારસ ઊભાં છે. પ્રભાવતી આ બધી શોભા જુએ છે ને આનંદ પામે છે, એવામાં એક ગીત સાંભળ્યું : (ઢાળ : અમર વાડીમાં ડંકો વાગે છે.) ધીમાં ધીમાં ગંગાનાં નીર જ્યાં રે ! એક કાશી સોહામણું શહેર ત્યાં રે ! ધીમાં ધીમાં.૧ ત્યાં રાજ્ય કરે રૂડા રાજિયા રે ! જેના જશ જગતમાં ગાજિયા રે ! ધીમાં ધીમાં. ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36