Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 24
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ રાજપુત્ર ત્યાં પાર્શ્વકુમાર છે રે રૂપગુણ તણા એ ભંડાર છે રે ! ધીમાં ધીમાં. ૩ નહિ જોડી જગતમાં જેમની રે ! કરે કવિ કથા શું એમની રે ! ધીમાં ધીમાં. ૪ જે પામે સ્ત્રી એ ભરથારને રે! ધન્ય ધન્ય તેના અવતારને રે ! ધીમાં ધીમાં. ૫ પ્રભાવતીને આ ગીત બહુ જ ગમ્યું. તેમાં પાર્શ્વકુમારના પ્રભાવનાં ખૂબ વખાણ થતા હતાં. આ વખાણ સાંભળીને તેણે મનમાં નક્કી કર્યું કે પતિ હો તો આવો જ હોજો. પ્રભાવતી એટલે રૂપગુણ અને જ્ઞાનનો ભંડાર. તેનાં વખાણ દેશદેશમાં થાય. અને એથી ભલભલા રાજા પણ તેને પરણવાને ઇચ્છે. કલિંગ દેશનો રાજા યવન બહુ જબરો હતો. તે પ્રભાવતીને પરણવાનો નિશ્ચય કરીને બેઠો હતો. એક દિવસ સઘળે વાત ફેલાઈ ગઈ કે પ્રભાવતી સ્વયંવરા થઈને પાર્શ્વકુમાર પાસે જાય છે. સ્વયંવરા એટલે પોતાની મેળે પતિ શોધી લે તે. યવનરાજાએ આ વાત સાંભળી ને તે ખૂબ ચિડાયો અને કહેવા લાગ્યો : “હું છું છતાં પ્રભાવતીને પરણનાર પાર્શ્વકુમાર કોણ છે ? અને પ્રસેનજિત રાજા પણ કોણ છે કે મને પ્રભાવતી ન પરણાવે? હું જોઈશ કે પ્રભાવતી પાર્શ્વકુમારને કેવી રીતે પરણે છે?’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36