________________
તીર્થકર શ્રી પાર્શ્વનાથ
૨૩
.ت.توت
.ن.ت.
યવન રાજાએ પોતાનું લશ્કર તૈયાર કર્યું, અને કુશસ્થળ નગર પર ચડાઈ કરી. થોડા જ સમયમાં લશ્કર કુશસ્થળ પર આવી પહોંચ્યું ને તેને ફરતો ઘેરો ઘાલ્યો. ઘેરો એવો તો સખત કે નગરમાંથી ચકલું પણ બહાર નીકળી શકે નહિ.
રાજા પ્રસેનજિત ચિંતામાં પડ્યા. આટલા મોટા લશ્કરની સામે શી રીતે બચાવ થાય? જો કોઈ પણ રીતે રાજા અશ્વસેનની મદદ આવે તો જ બચાય, પણ તેમને મદદનો સંદેશો કોણ પહોંચાડે ! વિચાર કરતાં પોતાનો મિત્ર પુરુષોત્તમ યાદ આવ્યો.
રાજા પ્રસેનજિતે પુરુષોત્તમને બોલાવ્યો ને પોતાનો વિચાર કહ્યો. પુરુષોત્તમ મિત્રનું કામ કરવાને તૈયાર જ હતો. જીવની દરકાર કર્યા વિના રાત્રે તે છાનોમાનો નગરમાંથી બહાર નીકળી ગયો, ને બને તેટલી ઝડપથી કાશી આવ્યો.
અશ્વસેન રાજા સભા ભરીને બેઠા છે. ધર્મની વાતો ચાલે છે. એવામાં સિપાઈ આવ્યો. તે નમન કરીને બોલ્યો : મહારાજ ! બારણે કોઈ માણસ દૂર દેશથી આવ્યો છે. તે આપને કંઈક અરજ કરવા માગે છે.'
અશ્વસેન રાજા કહે, તેને જલદી અંદર મોકલો.
પુરુષોત્તમ અંદર આવ્યો ને રાજાને નમસ્કાર કર્યા. પછી સઘળી હકીકત જાહેર કરી. આ વાત સાંભળતાં અશ્વસેન રાજા કોપાયમાન થયા અને બોલી ઊઠ્યા : “યવન રાજાના શા ભાર છે કે તે પ્રસેનજિતને બિવરાવી શકે ? હું હમણાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org