Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ તીર્થકર શ્રી મહાવીર સંઘ તીર્થ કહેવાય છે, એટલે તેઓ તીર્થકર કહેવાયા. એ ચોવીસમા તીર્થંકર હતા. એમના પછી બીજું કોઈ તીર્થકર થયું નથી, એટલે તે ચરમ તીર્થકર કહેવાય છે. સડેલા સમાજ આગળ આદર્શ જીવન ગાળનારાઓનો સંઘ સ્થાપી પ્રભુએ જગતસુધારણાની ઘોષણા કરી. અનેક વહેમો ને અનેક કુરિવાજો ઊખડી ગયા. લોકો અહિંસાનું રહસ્ય સમજવા લાગ્યા. જ્ઞાન અને સાચા ત્યાગનો ભારતવર્ષમાં ફરીથી પ્રકાશ થયો. વિહાર કરતા પ્રભુ મહાવીર પાવાપુરી ગયા. ત્યાં ઘણા રાજાઓ એકઠા થયેલા હતા. તેમને પણ મહાવીરે અમૃતવાણીથી દેશના દીધી. આ છેલ્લી દેશના દઈ પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા. અહા ! ભારતવર્ષનો સૂરજ આથમી ગયો. ભક્તોએ તેમની ખોટ પૂરી પાડવા લાખો દીવા પ્રગટ કર્યા. આ દિવસથી દિવાળીનું પર્વ શરૂ થયું. જે મહાપુરુષે અજોડ જીવન ગુજારી આત્માનું અને જગતનું કલ્યાણ કર્યું તેના પૂરેપૂરા ગુણ કોણ ગાઈ શકે ? અગણિત વંદન હો પ્રભુ મહાવીરને ! અગણિત વંદન હો એ માનવજાતિના ઉદ્ધારકને ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36