Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ - - 11 : “વસ્તુની બધી બાજુ જોવાથી જ તેનું સાચું સ્વરૂપ સમજાય છે. એક બાજુ જોવાથી જ જગતમાં ઝઘડા જામ્યા છે.” વગેરે. પ્રભુ મહાવીર સામાન્ય લોકોની ભાષામાં પોતાનો ઉપદેશ દેવા લાગ્યા. કેવળજ્ઞાન થયા પછી ત્રીસ વર્ષ સુધી તેમણે દેશના જુદા જુદા ભાગમાં ફરીને ઉપદેશ આપ્યો. ચારે વર્ણનાં સ્ત્રીપુરુષો તેમના શિષ્ય થયાં. ઇંદ્રભૂતિ ગૌતમ, સુધર્મા આદિ મહાન વિદ્વાન બ્રાહ્મણો; ઉદાયી, મેઘકુમાર આદિ ક્ષત્રિયો; ધન્ના, શાલિભદ્ર વગેરે વેશ્યો; મેતારજ, હરિકેશી વગેરે શૂદ્રો પ્રભુના ત્યાગી શિષ્ય હતા. વૈશાલીપતિ ચેડા મહારાજ, મગધપતિ શ્રેણિક, પુત્ર કોણિક વગેરે ક્ષત્રિયો; આનંદ કામદેવ વગેરે વેપાર ને ખેતી કરનાર વૈશ્યો, શકટાલ ને ટંક વગેરે કુંભારો પ્રભુના ખાસ ગૃહસ્થ શિષ્ય હતા. ત્યાગી સ્ત્રીશિષ્યાઓમાં ચંદનબાળા તથા પ્રિયદર્શના ક્ષત્રિય પુત્રીઓ હતી. દેવાનંદા બ્રાહ્મણી હતી. ગૃહસ્થ સ્ત્રીશિષ્યોમાં રેવતી, સુલા, જયન્તી વગેરે વિદુષી બાઈઓ હતી. કુલ ૨૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્વીઓ પ્રભુ મહાવીરને હાથે દીક્ષા પામ્યાં હતાં. ગૃહસ્થ સ્ત્રીપુરુષો તો ઘણાં જ હતાં. પ્રભુ મહાવીરે આ બધાંનો સંઘ સ્થાપ્યો. આવો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36