Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 18
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૨ જોડાયા. પેલા ભાઈબંધોથી આ દુઃખ ન જોવાયું. તેઓ પાછળ પાછળ આવ્યા અને કુશળતાથી સળીઓ ખેંચી કાઢી. પણ અહા શું પીડા ! સિંહસમા શ્રી વર્ધમાનના મોઢામાંથી પણ ભયંકર ચીસ નીકળી ગઈ. કેવી વીરતા ! આવી વીરતા કદી જોઈ નથી કે સાંભળી નથી. આવા તો અનેક દુઃખ આવ્યાં, અનેક સંકટ પડ્યાં. શ્રી વર્ધમાન આવી આવી અનેક વીરતાથી જ મહાવીર કહેવાયા. વૈશાખનો મહિનો છે. સુંદર ઋતુ છે. ખુશનુમા હવા વહે છે. પ્રભુ મહાવીર એક શાલના ઝાડ નીચે ડાંગરના ખેતરમાં ધ્યાન લગાવીને બેઠા છે. પાસે ધીમી ધીમી નદી વહે છે. દિવસનો ચોથો પહોર છે. પોતાને છઠનું તપ છે. આ વખતે તેમની મહાન તપશ્ચર્યા ફળી. તેમને કેવળજ્ઞાન થયું. એટલે ત્રણ કાળનું બધું બરાબર જાણવા લાગ્યા. સાચા સુખનો માર્ગ તેમને મળી ગયો. આ વખતે હિંદમાં ધનધાન્ય ખૂબ હતાં, કલાકૌશલ્ય ઘણું હતું, પણ સાચો ધર્મ દુર્લભ હતો. મહાવીરે આ બધી સ્થિતિ ધ્યાનમાં લઈ ઉપદેશ શરૂ કર્યો : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36