Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 14
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૨ .ن . . . . . એક દિવસ શ્રી વર્ધમાન ચાલ્યા જાય. ગોશાળો પણ તેમની સાથે હતો. એવામાં મારગે મળ્યા સિપાઈ. તેમણે સવાલ પૂછયો, “કોણ છો તમે ?” શ્રી વર્ધમાન તો ધ્યાનમાં હતા એટલે કાંઈ બોલ્યા નહિ. ગોશાળે પણ એ જોઈ ધ્યાન લગાવ્યું. તે પણ કાંઈ બોલ્યો નહિ. - સિપાઈઓએ બન્નેને પકડ્યા અને નાખ્યા હેડમાં. ખૂબ સતાવ્યા, પણ શ્રી વર્ધમાન તો સાચા સંત ! સંતનાં પારખાં સિપાઈ શું કરે? થોડીવારમાં સિપાઈઓએ જાણ્યું કે આ તો કોઈ મહાપુરુષ છે. બહુ માઠું થયું. આપણે ઓળખ્યા નહિ, ચાલો એમની માફી માગીએ. તેમણે શ્રી વર્ધમાન આગળ માફી માગી, શ્રી વર્ધમાન તો ક્ષમાના ભંડાર. તેમને ક્રોધ જ ક્યાં હતો કે ક્ષમા આપવાની બાકી રહે ! એક વખત શ્રી વર્ધમાન જંગલી મુલકમાં ગયા. તેનું નામ રાઢ. ત્યાંના માણસો બહુ જંગલી, તેઓ સાધુને જુએ કે મારવા દોડે, કૂતરા કરડાવે અને ભયંકર ત્રાસ આપે. શ્રી વર્ધમાનને પણ તેમણે ખૂબ સતાવ્યા. વળી ત્યાં ન મળે રહેવાનું સ્થાન કે ન મળે ભિક્ષા; પણ તેમને તો વહાલું તપ. સદા તપ કરે અને ધ્યાન ધરે. ઘણા માસ તેઓ અહીં ફર્યા. ગોશાળો આ વખતે સાથે નહોતો. તે જાણતો હતો કે રાઢ કેવો ભયંકર દેશ છે. શ્રી વર્ધમાન પાછા ફર્યા કે તરત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36