Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ તીર્થકર શ્રી મહાવીર ૧૩ કદી * * TA આવી મળ્યો. - એક વખત શ્રી વર્ધમાન ધ્યાનમાં મસ્ત થઈને ઊભા હતા. અંધારી ઘોર રાત, ટાઢ તો કહે મારું કામ, એવામાં વેપાર માટે દૂર-દેશાવર જતો એક કાફલો આવ્યો. એ રાતે કડકડતી ટાઢ પડી, એટલે તેમણે તાપણાં સળગાવ્યાં. આખી રાત તપ્યા. સવારે તેઓ આગળ ચાલ્યા, પણ પેલાં તાપણાં તો સળગતાં જ રહ્યાં. તેની પાસે જે ઘાસ હતું તે પણ સળગ્યું. શું એના ભડકા ? શું એનો તાપ ? એ અગ્નિ તો ચારે બાજુ વધવા જ લાગ્યો, વધતાં વધતાં તે ખૂબ વધ્યો અને આવ્યો ગુરુ-ચેલા આગળ. - સાચા સંત વર્ધમાન તો ન હાલે કે ન ચાલે, પણ ગોશાળાથી તાપ સંખાયો નહિ, તેણે પાડી બૂમ : “ગુરુજી ! ભાગો ! કાળમુખો અગ્નિ તો આવી પહોંચ્યો, હમણાં બળીને ભસ્મ થઈ જઈશું.” આટલું બોલીને ગોશાળો ભાગ્યો; પણ સાચા સંત શ્રી વર્ધમાન શાંતિથી ઊભા રહ્યા. તેમના પગ બળવા માંડ્યા, પણ તેઓ ધ્યાનથી ડગ્યા નહિ. શ્રી વર્ધમાન ધ્યાનમાં ઊભા છે, એવામાં એક ગોવાળ આવ્યો. સાથે બળદ. એને ગામમાં જઈ તરત પાછા ફરવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36