Book Title: Tirthankar Mahavir Tirthankar Parshwanath Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧.૨ ૭૭૦૭ માણસો બેસે. સહુ એમને રાજા કહે. આવા એક રાજાનું નામ સિદ્ધાર્થ. વૈશાલીના ક્ષત્રિયકુંડ નામના શાખાનગરમાંપરામાં એ રહે. જ્ઞાતૃવંશના પાંચસો ક્ષત્રિયો એમની સેવામાં રહે, એક હોંકારે ધરણી ધમધમાવે. . રાજા સિદ્ધાર્થ ભારે પરાક્રમી, ભારે ન્યાયી, દીનદુ:ખિયાના પાલનહાર. આથી વૈશાલીના સાત હજાર સાતસો સાત રાજાના વડા રાજા ચેટકે પોતાની બહેન એમને પરણાવી. એમનું નામ ત્રિશલાદેવી. ત્રિશલાદેવી બહુ પવિત્ર ને પતિવ્રતા હતાં. ત્રિશલાદેવી ગર્ભવતી હતાં, ત્યારે તેમને ચૌદ સુંદર સ્વપ્ન આવ્યાં. જ્યોતિષીઓને વાત કરી. તેઓએ કહ્યું, ‘તેમને મહાન પ્રતાપી પુત્ર થશે. પોતે તરશે, જગતને તારશે.” આ દિવસથી તેમના રાજ્યમાં ધનધાન્ય અને આનંદની વૃદ્ધિ થવા લાગી. ચૈત્ર સુદ તેરસની રાત્રિ છે. ચંદ્ર પ્રકાશી રહ્યો છે. આકાશ સ્વચ્છ છે. ધીમો પવન વાય છે. આંબે પાકીગલ કેરીઓ ઝૂલે છે. મોગરાની સુગંધ માતી નથી. પૃથ્વી આનંદથી છલકાય છે. આ સમયે ત્રિશલાદેવીએ એક અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે જ ક્ષણે દુનિયામાં પ્રકાશ ને આનંદની રેલ છવાઈ ગઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36