________________
અંગે વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથનો વિષય તો મુખ્યત્વે તત્વાર્થાધિગમ સૂત્રના સાતમા અધ્યાયમાં વર્ણવવામાં આવેલ શ્રાવકના આચારને લગતો જ છે. પરંતુ સાંપ્રત ગ્રંથમાં વર્ણવેલ અતિચાર અને તત્ત્વાર્થસૂત્રમાં વર્ણવેલ અતિચાર ભિન્ન છે. પરંતુ સાવય પણત્તિ ઉપાસકદશાની પરંપરાને બરાબર બંધ બેસે છે. એટલે કેટલાક વિદ્વાનો પ્રસ્તુત કૃતિને ઉમાસ્વાતિની ન માનતા હરિભદ્રસૂરિની કૃતિ માને છે.
તત્વાર્થાધિગમ સૂત્ર ઉપરના વિવરણો:
આ ગ્રંથ શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરામાં સમાનરૂપે માન્ય હોવાથી અનેક વિવરણો-ટીકાઓની રચના થઈ છે. વિશેષતા એ છે કે શ્વેતામ્બર પરંપરામાં મૂળસૂત્ર ઉપર ઉમાસ્વાતિ એ સ્વપજ્ઞ ભાષ્ય રચ્યું છે અને તે ભાષ્ય ઉપર જ બધી ટીકાઓ રચાઈ છે. જ્યારે દિગમ્બર પરંપરામાં મૂળસૂત્રો ઉપર જ બધા વિવરણો લખાયાં છે. શ્વેતામ્બરીય પરંપરામાં નીચે મુજબના વિવરણોની રચના થવા પામી છે.
(૧) વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત સ્વપજ્ઞભાષ્ય (૨) શ્રી સિદ્ધસેન ગણિ કૃત ભાષ્યાનુસારિણી વિસ્તૃત ટીકા (૩) શ્રી હરિભદ્રસૂરિ કૃત ભાષ્યાનુસારિણી સાડાપાંચ અધ્યાય સુધીની ટીકા (૪) શ્રી યશોભદ્રસૂરિ કૃત હારિભદ્રીય ટીકામાં શેષ અધ્યાયોની ટીકા (૫) શ્રી યશોવિજયજી કૃત પ્રથમ અધ્યાય ઉપર ભાષ્યતકનુસારિણી ટીકા (૬) શ્રી દર્શનસૂરિ કૃત અતિવિસ્તૃતટીકા (૭) શ્રી દેવગુમસૂરિ કૃત માત્ર કારિકાટીકા
આચાર્ય મલયગિરિએ પ્રજ્ઞાપના ટીકામાં જણાવ્યું છે તે પ્રમાણે તેમણે પણ તત્વાર્થસૂત્ર ઉપર ટીકા રચી હોય તેમ લાગે છે પરંતુ હાલ તે ઉપલબ્ધ થતી નથી.
દિગમ્બર પરંપરામાં પણ આ ગ્રંથ ખૂબ જ પ્રચલિત છે. પરંતુ સૂત્રમાં કેટલાંક ફેરફારો ઉપલબ્ધ થાય છે અને સંખ્યામાં પણ ભિન્નતા છે. ભાષ્ય ન માનવાને કારણે સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. દિગમ્બરીય પરંપરામાં નીચે પ્રમાણે ટીકાઓ રચાઈ છે.
(૧) પૂજ્યપાદ કૃત (૨) અકલંક કૃત (૩) આ. વિદ્યાનન્દ કૃત (૪) આ. શ્રુતસાગર કૃત
સર્વાર્થસિદ્ધિ ટીકા તત્વાર્થવાર્તિકાલંકાર શ્લોકવાર્તિક
ટીકા
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org