________________
પ્રાસ્તાવિક
તસ્વાર્થ સૂત્ર જૈનદર્શનને અનુપમ ગ્રંથ છે. ભારતીય દર્શનેમાં જૈનદર્શનને પ્રવેશ તત્વાર્થસૂત્રથી થાય છે – એમ કહેવું ઉચિત જ છે. કારણ કે સંસ્કૃતમાં જૈનાચાર્યે લખેલી એ પ્રથમ કૃતિ છે અને અન્ય દર્શનના પંડિતો એ સંસ્કૃત ગ્રંથને આધારે જ જૈનદર્શન વિશે જાણતા થયા. આ એનું મહત્ત્વ છે. વળી, એ ગ્રંથ પાંચમી સદીમાં લખાયે ત્યારથી એના ઉપર કાળક્રમે અનેક ટીકાઓ લખાઈ જેમાં તે તે કાળ સુધીને દાર્શનિક પ્રશ્નોના જૈનદનનાં મંતવ્યોને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. સ્વયં તાવાર્થના કર્તા ઉમાસ્વાતિએ તેનું ભાષ્ય રચ્યું. ત્યાર પછી પૂજ્યપાદે -સર્વાર્થસિદ્ધિ નામની વિશદ વ્યાખ્યા લખી. તેમાં ઇતર દર્શનની ચર્ચા તુલનાત્મક રીતે થોડી કરવામાં આવી છે, પણ પછી આચાર્ય અકલ કે - તે રાજવાતિકમાં તેના પ્રત્યેક મુદ્દા વિશે અન્ય દર્શનનાં મંતવ્યો અને જૈન મંતવ્યો વિશે વિચાર કર્યો. એ જ રીતે આચાર્ય સિદ્ધસેને પણ વિસ્તૃત ટીકા લખી. તેમાં પણ જૈનદર્શનની માન્યતાઓનું સમર્થન અન્ય દર્શનની અપેક્ષાએ વિશેષ ભાવે જોવા મળે છે. પણ વિદ્યાનંદે તે તાર્થપ્લેકવાતિક લખીને તત્વાર્થના પ્રત્યેક મુદ્દાની અન્ય દર્શનની તુલનામાં કેવી સત્યતા છે તેનું વિશેષ નિરૂપણ કર્યું. આચાર્ય હરિભદ્દે પણ સંક્ષેપમાં ટીકા લખી. અંતે ઉપાધ્યાય યશોવિજયે પણ તવાર્થ ટીકા લખી પણ તે અધૂરી જ રહી.
તસ્વાર્થ સૂત્રના હિંદી, ગુજરાતી, અંગ્રેજી આદિ અનેક ભાષાએમાં અનુવાદ પણ થયા છે. આ તેના મહત્ત્વને સૂચવે છે. પ્રસ્તુતમાં પૂજય મુનિશ્રી સંતબાલજીએ પં. સુખલાલજીના ગુજરાતી અનુવાદને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org