________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિ દેખી ફેરફાર કરી શકે છે. શ્રીરૂષભદેવના વખતમાં ચાર મહાવ્રત હતાં અને શ્રી વીરપ્રભુના વખતમાં પંચમહાવ્રત થયાં. સાધુએના ચારિત્રમાં પણ વ્રત તથા નિયમમાં હાનિ વૃદ્ધિ થયા કરે છે શ્રી મહાવીરસ્વામી મુક્તિ ગયાબાદ તેમની પાટે થનાર આચાર્યોએદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જોઈ ચારિત્રના નિયમોમાં ફેરફાર કરેલ દેખાય છે. પણ તે આચાર્યો તે તે કાલમાં સાધ્ય ચારિત્ર આરાધનધર્મની ઉન્નતિ આદિ નિશાન તે એકસરખું કહે છે. હાલમાં શ્વેતવસ્ત્રથી કેટલાક સાધુઓ જૈનધર્મનું આરાધન કરે છે અને કેટલાક, સમય પ્રમાણે જૈને દ્ધારમાટે અમુક અપેક્ષાએ પીતવસ્ત્ર ધારણ કરી જૈનધર્મ આરાધે છે અને જૈનધર્મોન્નતિ કરે છે, ભિન્ન વસ્ત્ર ધારનાર છતાં બન્નેને જૈનધર્મ આરાધો અને મુક્ત થવું. તથા જૈનધર્મોન્નતિ કરવી ઈત્યાદિ મુખ્ય સાધ્ય લક્ષ્ય છે. તેથી કંઈ પદ્રવ્ય નવતત્વ વગેરે સર્વજ્ઞનાં કહેલાં વચનમાં ફેરફાર જણ નથી. તે પ્રમાણે તીર્થકરોએ કથિત નવતત્વ વગેરે તમાં ફેરફાર થતો નથી. પણ કાલાદિ અપેક્ષાએ ચારિત્રના નિયમોમાં ફેરફાર થઈ શકે છે. અનન્ત તીર્થકરે થયા અને થશે તે સર્વે કેવલ જ્ઞાની હોવાથી તત્ત્વોની પ્રરૂપણામાં ફેરફાર થયું નથી અને થવાનો નથી-કદી ભેદ પડ્યો નથી અને ભવિષ્યમાં ભેદ પડવાને નથી.
પ્રશ્ન–છેલ્લા તીર્થકર મહાવીરસ્વામી થયા–તેમના વખતમાં કેટલા ધર્મ, આ ભારત ભૂમિમાં ચાલતા હતા.
ઉત્તર–શ્રી મહાવીરસ્વામી જમ્યા તે વખતમાં શ્રી પાર્શ્વનાથ ભગવાને સ્થાપન કરેલ–તીર્થના જૈન સાધુઓ અને સાધ્વીઓ તથા શ્રાવકે અને શ્રાવિકાઓ વિદ્યમાન હતી–પાશ્વનાથના સાધુઓ તથા સાવીઓ ગામેગામ–અને શહેરેશહેર ભમીને ઉપદેશ દેતા હતા– શ્રી મહાવીર ભગવાનની માતા અને પિતા પણ જૈનધર્મ પાળતા હતા– શ્રીપાવૅનાથ ભગવાનની પરંપરાએ થએલ સાધુઓના તે ભક્ત હતા– તે વખતમાં જિનમન્દિર હતાં. જૈનધર્મ તે વખતમાં ભારતભૂમિમાં પ્રસરી રહ્યો હતે-તે વખતમાં વેદધર્મ પણ ચાલતો હત–પણ તે વખતમાં શાંકરમતાનુયાયીઓ-તથા રામાનુજમતાનુયાયીઓ તથા વલ્લભાચાર્યના મતવાળા વૈષ્ણવો નહેતા–તે વખતમાં વેદધર્મ પાળનારાઓ યજ્ઞ કરતા હતા. અને યજ્ઞમાં પશુઓને હોમતા હતા–એમ કેટલાક ઐતિહાસિક ગ્રન્થથી સિદ્ધ થાય છે–તે વખતમાં અન્ય દેશમાં અન્યધર્મ ચાલતા હતા.
પ્રશ્ન–વેદધર્મ ખરો કે જૈનધર્મ ખરે–
For Private And Personal Use Only