Book Title: Tattvagyan Dipika
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન-તિબેટની ઉત્તરે એક પર્વતની ખીણમાં પરમેશ્વર રહે છે. અને ત્યાં ધર્મના નેતાઓ પરમેશ્વરની પાસે રાત્રીના વખતમાં હાજર થાય છે, ધર્મર્ષિય ત્યાં ધર્મના ફેલાવા સંબંધી વિચાર કરે છે. આમ કેટલાક લેકે કલ્પના કરે છે, શું તેમાં કંઈ સત્યતા છે? ઉત્તર–તેમાં જરા માત્ર પણ સત્યતા નથી. એકવાર પરમેશ્વરને નિરાકાર કહેવો વળી બીજીવાર અપેક્ષાવિના સાકાર કહે તે ખરેખર મનની કલ્પના છે. પર્વતની ખીણમાં પરમેશ્વરને રહેવાનું કંઈ પણ પ્રયોજન નથી. જે શરીર ધારણ કરે છે તેને અવશ્ય કર્મ લાગેલાં હોય છે. ખીણમાં શરીર ધારણ કરી રહેલ પરમેશ્વર શરીરી અને કર્મસહિત કરવાથી વસ્તુતઃ તે પરમેશ્વર સિદ્ધ થતો નથી. શું પરમેશ્વરને જીવથી ભય લાગતું હતું કે તેણે ખીણમાં વાસ કર્યો? કદાપિ પવિત્ર સ્થાનનું કારણ બતાવે છે તે પણ યોગ્ય નથી. અનંત શક્તિવાળે પરમેશ્વર કહે છે અને તેને અપવિત્ર થવાને અન્ય ઠેકાણે જતાં ભય રહે છે ત્યારે તે અન્ય જીવોને પવિત્ર શી રીતે કરી શકે? તે વિચારણીય છે. અન્ય દેશમાં મહાત્માઓને મોકલવા અને પિતે એક ઠેકાણે બેશી રહેવું, મહાત્માઓ પાસે પરસ્પર ધર્મવિરૂદ્ધ ઉપદેશ દેવડાવો એવી પ્રેરણુવાળે કદી પરમેશ્વર ગણાય જ નહીં. પરમેશ્વરની પ્રેરણું પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળી હોવાથી અસત્ય પ્રેરણાને આરેપ, ઈશ્વરપર આવે છે તેમજ પરમેશ્વરે જગત બનાવ્યું એમ માનતા હોવ તો તમારા મતપ્રમાણે અનંત શક્તિવાળે પરમેશ્વર હેવાથી સર્વ જીવોને પોતે જ એકસરખું કેમ જ્ઞાન ન આપી શકે? એકસરખું જીવોમાં જ્ઞાન નથી તેથી પરમેશ્વરની દુનિયા બનાવેલી છે એમ કહેવું તે વધ્યાના પુત્ર સમાન જાણવું. પરમેશ્વરની પાસે ધર્મના નેતાઓ રાત્રીના વખતમાં ત્યાં હાજર થાય છે એમ કહેનાર, અસત્ય કલ્પનાસૃષ્ટિને ઉત્પાદક સમજો. કારણ કે ઈશ્વરે જગત બનાવ્યું નથી એમ છે ત્યારે સર્વ ધર્મના નેતાઓ તેની પાસે શી રીતે બેસી ધર્મના વિચારે ચલાવે ? વાહ !!! વાહ !!! મનમાં જે આવ્યું તે ભેળા લોકોને સમજાવી દેવું તે પણ કઈ રીતે સત્ય ગણી શકાય કે? અલબત કદી સત્ય ગણાય નહીં. પરસ્પર વિરૂદ્ધ ધર્મ કથનારા નેતાઓને સાચું જૂ હું પ્રેરનાર પરમેશ્વર માને એ કેટલી બધી શરમની વાત !!! હું પણ જૈનધર્મને ઉપદેશક નેતા છું. અમારે તો કદી ત્યાં જવું પડયું નથી. કેટલાક તો રાત્રીના વખતમાં જ ઉઘે છે ત્યારે તે પરમેશ્વરની પાસે જાય છે એમ માને છે, તે પણ વાત સત્ય નથી. ઉંઘમાં પણ આત્માથી રહિત આ પ્રત્યક્ષ દેખાતું શરીર થતું નથી, અને જે આત્મા શરીરમાંથી જાય તો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128