________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
તે સ્થાનક સેવી તીર્થંકર નામકર્મોં બાંધ્યું હાય છે તે તીર્થંકર તરીકે, ભરત, ઐરાવત, અને મહાવિદેહક્ષેત્ર પૈકી ગમે તે ક્ષેત્રમાં ઉત્તમ લક્ષણસહિત, ઉત્તમ કુળમાં, ચતુર્દશસ્ત્ર×સૂચિત સૌભાગ્યસહિત માતાની કુખે અવતરે છે. તીર્થંકર જ્યારે માતાની કૂખે જન્મે છે ત્યારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનસહિત હાય છે. જે જે તીર્થંકરો માતાની કૂખે જન્મે છે તે, ત્રણ જ્ઞાનસહિત હાય છે. તે ભાગાવલી ક્રમ હાય છે ત્યાંસુધી સંસારમાં વસે છે અને પશ્ચાત્ દીક્ષા અંગીકાર કરી ધ્યાન ધરે છે. આત્માની સમાધિ પામી સંપૂર્ણ ઘાતીકમૅના ક્ષય કરી તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે અને ત્યાં કેવલજ્ઞાન અને કેવલદર્શન તથા ક્ષાયિક ચારિત્ર, તથા ક્ષાયિક વીર્યગુણને પ્રાપ્ત કરે છે. સયેાગી કેવલીને વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર અઘાતી કર્મ બાકી રહે છે. આયુષ્યકાદિ ચાર અઘાતીયાં કર્મનો ક્ષય થાતાં મુક્તિસ્થાનમાં તેઓ એકસમયમાં ગમન કરી સાદિઅનન્તમા ભાગે સિદ્ધપરમાત્માની પદવી પ્રાપ્ત કરીને ત્યાં અનન્તસુખ ભાગવે છે.
પ્રશ્ન——વીતરાગતીર્થંકર, જીવાને ક્યાં બેસી ઉપદેશ કરે છે; અને તે શા ઉપદેશ આપે છે?
ઉત્તર-કેવલજ્ઞાની તીર્થંકર ભગવાનૂ, સમવસરણમાં બેસી ખાર પર્ષદાને ષટ્ટુન્ય, નવ તત્ત્વના, સાતનયની અપેક્ષાપૂર્વક ઉપદેશ આપે છે. દેવતા, મનુષ્યો અને પશુપંખીઓ વગેરે પણ સર્વતીર્થંકરના ઉપદેશ સાંભળે છે. સકળ વસ્તુઓના ષડ્વેન્ગ્યુ અગર નવ તત્ત્વમાં સમાવેશ થાય છે. ષડ્કવ્ય અગર નવ તત્ત્વાની બહાર કાઈ તત્ત્વ નથી. સર્વજ્ઞપરમેશ્વર તીર્થંકર, જીવાને અનન્તસુખ પ્રાપ્ત કરવાના ઉપદેશ આપે છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, અન્ય અને મેાક્ષ એ નવતત્ત્વાનું ચાર નિક્ષેપાથી સ્વરૂપ બતાવે છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ અને નરકગતિ, એ ચાર ગતિનું સ્વરૂપ બતાવે છે. આત્મા અને કર્મના સંબંધ કેવા છે તથા કર્મ કેટલા પ્રકારનાં છે તે લક્ષણપૂર્વક બતાવે છે. વ્યવહાર અને નિશ્ચયનયથી સાધુધર્મ અને શ્રાવક ધર્મને બતાવે છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુવિધ તીર્થની સ્થાપના કરી જગત્ની ઉન્નતિ કરે છે. જીવા પરમાત્મપદ પામે એવા ઉપાયો બતાવે છે. જન્મ, જરા અને મરણુનાં દુ:ખોથી છૂટવાના જીવાને આધ આપે છે. દુનિયામાં રહેલા સર્વ પદાર્થો કેવી રીતે થએલા છે તેનું દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી સ્વરૂપ બતાવે છે. જગમાં ચાલતા ધર્મોમાં કયા કયા નયની અપેક્ષાએ સત્યતા
For Private And Personal Use Only