Book Title: Tattvagyan Dipika
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 122
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭) મનાવવજ્ઞાન કહે છે; રૂપી અને અરૂપી સર્વ પદાર્થોને સંપૂર્ણપણે સાક્ષાત્ જેનાથી જાણું શકાય છે તેને વેરાન કહે છે. જ્ઞાની ગીતાર્થ ગુરૂદ્વારા વિશેષ સ્વરૂપ જાણવું. અત્ર વિસ્તારના ભયથી અતિ સંક્ષે૫માં જ્ઞાનનું સ્વરૂપ જણાવ્યું છે. પ્રશ્ન-રામ, અને રાવણ, હનુમાન, તેમજ પાંડ કૌર અને શ્રીકૃષ્ણ વગેરે ક ધર્મ પાળતા હતા? ઉત્તર–જૈનધર્મ પાળતા હતા. જૈનશાસ્ત્રોમાં તત્સંબંધી ઘણું લેખે જોવામાં આવે છે. શ્રીકૃષ્ણ, શ્રી નેમિનાથ ભગવાનના અવિરતિ સમ્ય દૃષ્ટિ (ચોથા ગુણસ્થાનકને ધારણ કરનાર પણ પચખાણુને ન કરનાર) શ્રાવક હતા. તેઓ આવતી ચોવીસીમાં અમમ્મી નામના તીર્થકર થશે. સગરચક્રવર્તિ વગેરે પૂર્વ ઘણું રાજાઓ જૈન થયા છે. પ્રશ્ન પૂર્વે ચાર વર્ણ શું જૈનધર્મ પાળતી હતી? ઉત્તર–હ. પૂર્વે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ જૈનધર્મ પાળતી હતી. મન, વચન, અને કાયા એ ત્રણ યોગથી શુભ પ્રવૃત્તિ કરી આત્માની ઉદય દશા કરતી હતી. શ્રી નેમિનાથ ભગવાન નૂની પશ્ચાતું અને આજથી પ્રાયઃ પાંચ હજાર વર્ષ પૂર્વે ચારે વણે પ્રાયઃ જૈનધર્મ પાળતી હતી પણ તે સમયમાં એટલે પાંચ હજારવર્ષ લગભગમાં અગર તે પછી વેદધમએનું જોર વધવા માંડયું-તોપણું શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામી તીર્થંકર પર્યત ચારે વર્ણ જૈનધર્મ પાળતી હતી, એમ જૈન ઐતિહાસિક દષ્ટાતે છે. શ્રી મહાવીરસ્વામીએ પહોમયજ્ઞને નિષેધકારક ઉપદેશ આપે, શ્રી મહાવીર પ્રભુના શિષ્ય અગીયાર ગણધરે થયા તે બ્રાહ્મણ હતા. અઈમુત્તા શ્રેણિક ચેટક રાજા અને જમાલી વગેરે ક્ષત્રિય હતા. આનન્દાદિ શ્રાવક વૈશ્ય હતા, આદ્રકુમાર અનાર્ય હતા, પ્રાયઃ અરબસ્તાનના તે હવા જોઈએ તે પણ શ્રીવીરપ્રભુના સાધુ થયા છે. મેતાર્યમુનિ, ચંડાળકુળમાં ઉત્પન્ન થયા હતા, તેથી તે શક હતા. તોપણ તે જૈનસાધુ થયા હતા, જૈનધર્મ પાળવામાં નાતજાતના ભેદ પ્રતિબંધક નથી. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણુ વખતે અઢાર દેશના જૈન રાજાઓ અમુક કાર્ય પ્રસંગે ભેગા થયા હતા. અલબત પૂર્વે ભારતવર્ષમાં (હિંદુસ્થાનમાં) કરે પ્રમાણમાં જૈનધર્મીઓની સંખ્યા હતી. પ્રશ્ન-તીર્થકરે ક્ષત્રિયકુળમાં કેમ અવતરે છે? ઉત્તર–પ્રજાનું રક્ષણ પાલન કરનાર ક્ષત્રિયકુળ ગણાય છે. દાન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128