Book Title: Tattvagyan Dipika
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 120
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૫ ) આઠ પ્રકારના કર્મ દોષ ટાળેલા છે જેઓએ એવા સિહોને નમસ્યાં ધિર્મના આચારને પાળનાર આચાર્યને નમસ્કાર, ઉપાધ્યાયને નમસ્કાર લેકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર; આ પંચ નમસ્કાર. સર્વ પાપને નાશ કરનાર છે. સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે. આવા પંચપરમેષ્ટિઓનું તેઓની મૂર્તિ દ્વારા ધ્યાન ધરી તેઓના સદ્ગુણે પિતાના આભામાં પ્રગટાવવા પંચપરમેષ્ઠિના ગુણે પ્રાપ્ત કરવા એ જ તેમની ભક્તિનો ઉદ્દેશ છે. આ નવકાર મંત્રનું સ્વરૂપ સમજીને આમામાં ઉતારનાર મનુષ્ય દુર્ગણોનો નાશ કરી અનન્તજ્ઞાન દર્શનાદિ સગુણોને પ્રાપ્ત કરી પરમાત્મપદ મેળવે છે. પિતાના બળ ઉપર દૃઢ વિશ્વાસ રાખી ધર્મોઘમ કરવામાં આવે તે નમસ્કારમંત્રથી આત્મા પ્રતિદિન અશુભ લેશ્યાને તજીને શુભ લેશ્યાને અંગીકાર કરતો છતો પાંચ પ્રકારના શરીરનો નાશ કરી મુક્ત પરમાત્મા બને છે. પ્રશ્ન–લેશ્યાઓ કેટલી છે? અને તેમાં શુભાશુભ કેટલી છે? તેમજ પાંચ પ્રકારનાં શરીરનાં નામ આપશે? ઉત્તર–લેશ્યાઓ છ છે. કૃષ્ણ લેશ્યા, નીલ વેશ્યા, કાપિત લેયા, તેજેલેશ્યા, પદ્ય વેશ્યા, અને શુકલેશ્યા, આ છમાંથી આદ્ય ત્રણ અશુભ છે. અને તેજલેશ્યા, પાલેશ્યા અને શુકલેશ્યા એ ત્રણ શુભ છે-જેમ જેમ આત્મા ઉચ્ચ ગુણને અભિલાષી થાય છે અને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તેમ તેમ આત્માની સાથે સંબંધ ધરાવતી શુભ લેશ્યાઓ પ્રકાશતી જાય છે. ઉત્તરાધ્યયનસૂત્ર, અને તત્ત્વાર્થસૂત્ર વગેરેથી વિશેષતઃ લેસ્થાનું સ્વરૂપ જાણવું. દ્રવ્યલેશ્યા અને ભાલેશ્યા એમ લેશ્યાના બે ભેદ છે. દ્રવ્યલેશ્યાઓ પુકલરૂપ હોવાથી તેના વર્ષો વગેરેનું ઉત્તરાધ્યયનમાં વર્ણન કર્યું છે. ભાલેશ્યા અધ્યવસાયરૂપ છે. ભાવ મનને નાશ થતાં ભાવલેશ્યાને પણ નાશ થાય છે. ઔદારિક, વૈશ્યિ, આહારક, તેજસ અને કાશ્મણ એ પાંચ પ્રકારના શરીરે છે. તિર્યંચ ગતિમાં અને મનુષ્યગતિમાં ઔદારિક શરીર હોય છે. દેવતાઓ અને નારકીના જીવોને વૈશિરીર હોય છે. વૈક્રિયશરીરના બે ભેદ છે. ૧ ભવપ્રત્યયિક વૈકિય શરીર. અને ૨ લબ્ધિપ્રત્યયિક વૈથિ શરીર. ભવપ્રત્યયિક વૈક્રિય શરીરના બે ભેદ છે, મૂળ વૈક્રિયશરીર અને ઉત્તરવૈક્રિય શરીર, દેવતા તથા નારકીના જીવોને ભવપ્રત્યાયિક વૈક્રિય શરીર હોય છે, મૂળ વૈકિયશરીરને આયુષ્યપર્યત ધારણ કરે છે અને પ્રસંગે અનેક ઇચ્છાઓ વડે ઉત્તર વૈક્રિય શરીરને ધારણ કરે છે. મનુષ્ય તથા તિર્યંચ લધિના બળે વૈકિયશરીરને ધારણ કરે છે. ૧૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128