Book Title: Tattvagyan Dipika
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 118
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) સ્વરૂપ કર્મગ્રન્થ તથા ગુરૂગમથી જાણી લેવું. હાલમાં પહેલાં સાત ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકાય છે. સાધુઓને વ્યવહારથી છઠ્ઠ ગુણ સ્થાનક હોય છે. વ્રતધારી શ્રાવકને વ્યવહારથી પાંચમું ગુણસ્થાનક હોય છે. અવિરતિસમ્યગદષ્ટિ શ્રાવકેને ચોથું ગુણસ્થાનક હોય છે. ઇત્યાદિ જેમ જેમ આત્માના જ્ઞાનાદિ સદ્દગુણે ખીલતા જાય છે તેમ તેમ ઉપરનાં ગુણસ્થાન પ્રાપ્ત કરી શકાય છે. ઉપશમાદિ ગુણની વૃદ્ધિથી ઉપરનાં ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકે છે. જેમ જેમ રાગદ્વેષની પરિક્ષીણતા થતી જાય છે તેમ તેમ આત્માના અધ્યવસાય ઉજવલ થતા જાય છે તેમ તેમ આત્મા ઉચ્ચ ગુણની શ્રેણિરૂ૫ ગુણસ્થાનકેપર ચઢતે જાય છે. સમ્યકત્વ પ્રાપ્ત કર્યા બાદ ઉપરનાં ગુણસ્થાનકેપર સહેલાઈથી ચઢી શકાય છે. ગુણસ્થાનક મારેહ વગેરેમાં તેનું વિશેષ સ્વરૂપ જોઈ લેવું. પ્રશ્ન–મુક્તિ પ્રાપ્ત કરવામાં કેટલાં કારણેની જરૂર છે? ઉત્તર–મુક્તિરૂપ કાર્યની પ્રાપ્તિમાં કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણેની જરૂર છે. અમુક કાળમાં જીવ મુક્ત થઈ શકે છે. ભવ્ય સ્વભાવના યોગે મુક્ત થઈ શકે છે. મનુષ્યભવ, વજરૂષભનારા સંઘયણ આદિની સામગ્રી પ્રાપ્તિકારક શુભ કર્મ હોય તે મુક્તિરૂપ કાર્યની સિદ્ધિ થઈ શકે છે. નિયતિની મુક્તિ પ્રાપ્ત કરવામાં આવશ્યકતા છે. ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનના પ્રયતરૂપ ક્રિયા કહે કે ઉદ્યમ કહે તેની સહાયથી મુક્તિ થઈ શકે છે. પ્રશ્ન-જગતમાં કાર્યપ્રતિ પંચકારણેની શું આવશ્યકતા છે? ઉત્તર-હા. પ્રત્યેક કાર્યપ્રતિ, પાંચ કારણેની પૂર્વે આવશ્યકતા સ્વયમેવ અનાદિકાળથી સિદ્ધ છે. દૃષ્ટાંત તરીકે સમજવું કે આમ્રવૃક્ષને આમ્રફળરૂપ કાર્યપ્રતિ અમુક રૂતુરૂપ કારની અપેક્ષા છે. આમ્રવૃક્ષમાં કેરી આવવાને સ્વભાવ છે. લીમડાના વૃક્ષમાં નથી તેથી સ્વભાવને કારણતા ઠરે છે. કેરી ફળરૂપે જેટલી રહેવાની હોય છે તેટલી રહે છે, બાકીની ખરી જાય છે. તેથી નિયતિની પણ કારણુતા સિદ્ધ કરે છે. જે જીવે આમ્રફળ તરીકે પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થવાનું કર્મ બાંધ્યું હોય છે તેજ આમ્રફળ તરીકે ઉત્પન્ન થાય છે, માટે આમ્રફળપ્રતિ કર્મની પણ કારણુતા છે તેમજ કેરીફળ તરીકે ઉત્પન્ન થના૨ જીવ જે રસ ખેંચ, હવા લેવી વગેરેને ઉદ્યમ કરે તો જ કેરીના મોટા ફળ તરીકે ઉત્પન્ન થઈ શકે છે. તેથી ઉદ્યમમાં કારણતા કરે છે. આમ દરેક અવતાર લેનાર ચતુર્ગતિ પર પંચકારણેની ઘટના કરવી. પિંચકાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128