Book Title: Tattvagyan Dipika
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 88
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩ ) રહેલી છે અને કયા કયા નયની અપેક્ષાએ તે તે ધર્મોમાં અસત્યતા રહેલી છે તે અનેકાન્તપણે જણાવી સાપેક્ષવાદના સિદ્ધાન્ત બતાવે છે. અનેક નયાની અપેક્ષાએ વસ્તુમાં અનન્ત ધર્મો રહ્યા છે તેને સારી રીતે જણાવે છે. જ્ઞાન અને ક્રિયા એ એથી મુક્તિ થાય છે એમ તીર્થકરભગવાન દેશના આપે છે. દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ બતાવે છે. ઇત્યાદિ. પ્રશ્ન-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ પંચપરમેષ્ઠિનું સામાન્યતઃ સ્વરૂપ શું છે? આ ઉત્તર—અરિહંતનું સ્વરૂપ, પૂર્વપ્રશ્નોત્તરમાં જણાવ્યું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અન્તરાય એ આઠ કર્મના સંપૂર્ણ ક્ષય થવાથી સિદ્ધપરમેષ્ટી થવાય છે. અનન્ત જીવા અષ્ટકર્મનો ક્ષય કરી સિદ્ધપરમાત્મા થયા, થાય છે અને થશે. સિદ્ધના આઠ ગુણ છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર અને તપઆચાર એ પંચ આચારને સાધુવેષે પાળનાર અને પળાવનાર આચાર્ય ભગવાન્ છત્રીશ ગુણે બિરાજમાન હેાય છે. સૂત્રસિદ્ધાન્તાના ભણનાર તથા ભણાવનાર સાધુવેષસહિત ઉપાધ્યાય ભગવાન્ પચ્ચીશ ગુણે બિરાજમાન હેાયછે. સાધુવેષે પંચમહાવ્રત પાળનાર સત્તાવીશ ગુણના ધારક સાધુ ભગવાન્ હાય છે. પંચપરમેશ્વર તરતમયેાગે જાણવા. આ પંચપરમેષ્ઠિનું વિશેષ સ્વરૂપ આવશ્યક આદિ અન્ય સૂત્રો તથા ગીતાર્થગુરૂથી જાવું. એકેક પરમેષ્ઠિનું વર્ણન કરતાં એકેક માટેા ગ્રન્થ બની જાય તેમ છે માટે અત્ર શબ્દમાત્રથી સંક્ષેપમાં સ્વરૂપ જણાવ્યું છે. ચતુર્દશપૂર્વમાં પરમેષ્ટિ નમસ્કાર મંત્ર સર્વોત્તમ છે. પંચપરમેષ્ટિના સર્વ મળી એકસે ને આઠ ગુણુ હાય છે તેથી નવકારવાળીના પણ એકસેસ ને આઠમણુકા કરેલા છે. સાધુ આદિના ગુણા આત્મામાં પ્રગટાવતાં પ્રગટાવતાં છેવટ સિદ્ધ ભગવાનના ગુણેા પ્રગટાવી શકાય છે અને આત્મા સિમુદ્ધ પરમાત્મારૂપે થઈ જાય છે અને સમયે સમયે અનન્ત સુખ ભાગવે છે. સમયે સમયે લેાકાલાકને કેવલજ્ઞાનથી જાણે છે. પ્રશ્ન—સિદ્ધશિલાપર મુક્તિસ્થાનમાં અનન્તસિદ્ધ પરમાત્મા છે, તે એક સ્થાનમાં સર્વે શી રીતે માઈ શકતા હશે? ઉત્તર-એક ઓરડામાં હજારો દીપકના રૂપી પ્રકાશ માઈ શકે છે અને તે રૂપી પ્રકાશને માતાં વાંધા પડતા નથી, તો અરૂપી નિરાકાર અનન્તસિદ્ધાને એક ઠેકાણે સમાતાં કોઈ જાતના વાંધા કદાપિ પડતા નથી. ૧૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128