________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકલ્પથી માને છે. કેટલાક બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, શક્તિ, વગેરે ભિન્ન ભિન્ન દેવને વેદના આધારે જગકર્તા તરીકે માને છે. એક વેદમાં પરસ્પર આવા પ્રકારની અનેક વિરોધી માન્યતાઓને લીધે કઈ માન્યતા ઈશ્વરપ્રેરિત છે તેને નિર્ણય થઈ શકે તેમ નથી. વેદના આધારે આર્યસમાજીઓની તવસંબંધી માન્યતા જુદી. વેદના આધારે રામાનુજીઓની તત્વસંબંધી માન્યતા જુદી. વેદના આધારે શાંકરમતાનુયાયીની તત્ત્વસંબંધી માન્યતા જુદી. વેદના આધારે નિંબાર્કની તત્વસંબંધી માન્યતા જુદી. વેદના આધારે વલ્લભાચાર્યના અનુયાયીઓની તસ્વસબંધી માન્યતા જુદી. વેદના આધારે દેવીભક્તોની તત્ત્વસંબંધી માન્યતા જુદી. વેદના આધારે વામમાર્ગીઓની તવસંબંધી માન્યતા જુદી. વેદના આધારે સ્વામીનારાયણવાળાની તત્ત્વસંબંધી માન્યતા જુદી. વેદના આધારે પુરાણુઓની તત્ત્વસંબંધી માન્યતા જુદી. ભિન્ન ભિન્ન ઈશ્વર, આત્મા, મુક્તિ, ધર્મસંબંધી માન્યતાઓવાળું વેદ પુસ્તક કેઈ સર્વસનું રચેલું જણાતું નથી. તેમજ ઈશ્વરની પ્રેરણાથી રચાયેલું પણ જણાતું નથી. અંગિરા, વાયુ, અગ્નિ - ગેરેના પવિત્ર આત્મામાં ઈશ્વરે વેદ રચવાની પ્રેરણું કરી એવી પણું માન્યતા સત્ય નથી. ઈશ્વર, વીતરાગ, સર્વજ્ઞ અયિ હેવાથી પ્રેરણું સિદ્ધ થતી નથી. અંગિરા વગેરે ઋષિ પવિત્ર હતા, અને તેમાં પ્રેરણું થઈ એમ કેણે જણાવ્યું છે? ઈશ્વર નિરાકાર હોવાથી તે તો જણ્વી શકે નહીં. અંગિરા વગેરે એમ કહે કે મારા આત્મામાં ઈશ્વર કહે છે તે પણ માની શકાય નહીં, કારણ કે ઈશ્વરી આત્માને ભૂતપ્રેતની પેઠે અન્યના આત્મામાં સંચાર થતો નથી અને નિરાકાર પરમાત્માના જ્ઞાનમાંથી શબ્દ પણ ઉઠતે નથી. ઈશ્વરને સર્વવ્યાપક માનતાં એકના આત્મામાં એકદેશથી પ્રેરણુરૂપ વિકાર પણું ઈશ્વર નિત્ય હોવાથી સિદ્ધ કરતો નથી. ઈશ્વરની સર્વવ્યાપકતા તથા નિત્યતા માનતાં તેના એકદેશમાંથી પ્રેરણારૂપ વિકાર ઉત્પન્ન થઈ શકે જ નહીં. ઈશ્વરની જ્ઞાનપ્રેરણને સર્વવ્યાપક માનશે કે દેશવ્યાપક? જે ઈશ્વરની જ્ઞાનપ્રેરણને સર્વવ્યાપક માનશે તો સર્વે દેશમાં એકકાલીન પ્રેરણારૂપ ક્રિયા થવી જોઈએ! અને પ્રેરણારૂપ ક્રિયાની ઉત્પત્તિ માનતાં ઈશ્વરની નિત્યતાની માન્યતા મૂળમાંથી ઉડી જાય છે અને ઈશ્વર અનિત્ય ઠરે છે, અને ઈશ્વરની અનિત્યતા તે તમારા સિદ્ધાન્તવિરૂદ્ધ છે. ઈશ્વરની જ્ઞાનરૂપ પ્રેરણું ાિ, એકદેશવ્યાપક માનશે તે તે પણ નિત્ય સર્વવ્યાપક ઈશ્વરમાં એકદેશથી ઘટી શકતી નથી. આમ ઉભયતઃ પાશારજજુથી તમારી માન્યતા વિરોધવાળી ઠરવાથી તે સત્ય કરી શકતી નથી. જે વસ્તુ નિત્ય હેય તેના ગુણે પણ નિત્ય લેવા જોઈએ. તમારા મત પ્રમાણે
For Private And Personal Use Only