________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( e )
કુરાન તે વાત સ્વીકારતું નથી. વેદધર્મવાળા ગાયને પવિત્ર, પૂજ્ય અને તેના નાશ કરવાથી માટું પાપ માને છે; ત્યારે કેટલાક માનતા નથી. કેટલાક તે ગાય વગેરે પશુ પંખીઆમાં આત્મા પણ માનતા નથી, ભિન્ન ભિન્ન ધર્મપુસ્તકાને માનનારા મુક્તિનું સ્વરૂપ પાતાના શાસ્ત્રાધારે ભિન્ન ભિન્ન માને છે ત્યારે આવા પરસ્પર વિરોધવાળાં પુસ્તકા ઈશ્વરપ્રેરિત છે એમ શી રીતે માની શકાય ? અલમત માની શકાય નહીં. બીજાઓના પુસ્તકનું પણ તેવી રીતે સમજી લેવું. જે પુસ્તકમાં પુનર્જન્મની વ્યાખ્યા નથી, તે પુસ્તકમાં આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ થન કર્યું નથી એમ માનવામાં અનેક પ્રમાણેા છે. આમાંથી એકને ઈશ્વરપ્રેરિત માનવું અને અન્યોને ન માનવાં એમ પણ બની શકતું નથી. બીજાં પુસ્તકા, કેટલાક પશુઓના યજ્ઞ કરવાનું બતાવે છે અને તે કહે છે કે તેવી ઈશ્વરની પ્રેરણા છે, ત્યારે કેટલાક વેદને માનનાર કહે છે કે વેદમાં હિંસા બતાવી નથી. આ બેમાંથી કેવું કહેવું. ઈશ્વરની પ્રેરણાથી છે તેના તે હજી સુધી નિર્ણય આવ્યા નથી, કેટલાક કહે છે કે, વેદના બનાવનાર કોઈ ઈશ્વર છેજ નહીં, તેથી તે સાવેય છે, ત્યારે કેટલાક કહે છે કેવેદ, શબ્દરૂપ હેાવાથી તેને બનાવનાર કોઈ છે તેથી તે નૌય છે કારણ કે મુખવિના શબ્દ નીકળે નહીં અને જ્યારે મુખ માનવું પડે ત્યારે કાઈ પુરૂષ કત્તા તરીકે માનવા પડે, અને તેના આત્મામાં ઈશ્વરે પ્રેરણા કરી એમ માનવું જોઇએ. અપૌરૂષેય વેદને માનનારા કહે છે કે, કોઈ પુરૂષના મુખમાંથી વેદના શબ્દ નીકળ્યા નથી. જો કોઈ પુરૂષને ઈશ્વરે પ્રેરણા કરી એમ માનીએ તે તે પુરૂષની પ્રામાણિકતા સિદ્ધ થયાવિના તે માની શકાશે નહીં. અનેક પુરૂષસંબંધી વિવાદ ચાલતાં અમુકમાં ઈશ્વરે પ્રેરણા કરી તેમ સિદ્ધ થતું નથી માટે વેદ અનાદિ છે અને તે પૂજવા યાગ્ય છે તેના મનાવનાર ઈશ્વર નથી એમ કેટલાક વેદધર્મવાળા માને છે એમાં પૌષયવાળાનું કહેવું ખરૂં છે કે અપીરૂષયવાળાનું કહેવું ખરૂં છે? આ પ્રમાણે વેદધર્મવાળાઓ એકનિશ્ચય ઉપર આવ્યા નથી. પરસ્પર વેદની જુદી જુદી માન્યતા માને છે માટે એમાંથી એકની માન્યતાને પણ સાચી કહી શકાય નહીં. ઈશ્વરપ્રેરિત વેદ છે એમ અપૌરૂષેય વેદધર્મવાળા સિદ્ધ કરે છે તેથી પણ વેદ ઈશ્વરપ્રેરિત પુસ્તક નથી એમ સિદ્ધ થાય છે. વેદને અનાદિ માનવાવાળા અપૌરૂષેય વાદીઓનું કહેવું પણ સત્ય નથી. કારણ કે સુખવિના સ્પષ્ટ શબ્દના ઉચ્ચાર થાય નહીં અને શબ્દવિના વેદ અને નહીં માટે વેદસઅંધી અપૌષય માન્યતા ટકી શકતી નથી. વેધર્મ સંબંધી કેટલાક મનુષ્ય, શબ્દથી આકારા વગેરે જગતની ઉત્પત્તિ માને છે. કેટલાક ઈશ્વરના
For Private And Personal Use Only