________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પુર )
ઉત્તર—એ વાત ખરી નથી. તિજ્ઞાળ સારવાળે ના અર્થ, આપ સકલ કર્મના ક્ષય કરીને તર્યાં અને અન્યને આધ દેઈ તારનારા એમ છે. પેાતાને લાગેલાં કર્મના ક્ષય કર્યો ત્યારે તે તર્યાં કહેવાયા. સિદ્ધો, તીર્થંકર પ્રથમ આપણા જેવા હતા. ધર્મ કરતાં કરતાં અને કર્મને હટાવતાં હઠાવતાં તેઓ તીર્થંકર વા સિદ્ધ થયા. આપ ધર્મવડે તર્યાં અને ઉપદે શવડે બીજાઓને તારનારા એવા અર્થ થાય છે. આવાળ એટલે ધર્મ તીર્થની આદિ–( ઉત્પત્તિ)ના કરનારા એવા અર્થ લેવા. જે જે તીર્થંકરો જે જે કાલમાં થાયછે તે તે કાળમાં તે ઉપદેશ દેઈ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધસંઘરૂપતીર્થને સ્થાપન કરેછે માટે તે અપેક્ષાએ ધર્મની આદિના કરનાર અવબાધવા, પણ જગત્ની આ દિના કરનારા એવા ઉલટા મિથ્યા અર્થ ન ગ્રહણ કરવા.
પ્રશ્ન—ઈશ્વરને જગત્ના કર્તા જે ન માને તે નાસ્તિક ગણાય છે એ મત પ્રમાણે શું જેનેા નાસ્તિક નથી ડરતા?
ઉત્તર—સત્યસિદ્ધાન્તને માનનારા જૈના નાસ્તિક ઠરતા નથી. ઈશ્વરનું ખરૂં સ્વરૂપ જગત્ કર્તૃત્ત્વ પ્રલય આદિ દૂષણથી રહિત છે તેવા ઈશ્વરને જૈને માને છે માટે તે ખરા આસ્તિક કહેવાય છે. જેના, ધર્મ, અધર્મની ક્રિયાઓ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મેાક્ષ, અંધ, પુનજૈન્મ, તપ, જપ, ઈશ્વરધ્યાન, જ્ઞાન, દાનઆદિ સર્વ ધર્મ કૃત્યને ખરાખર માને છે માટે તે ખરા આસ્તિક, સમ્યક્ત્વ શ્રદ્ધાવાળા કરેછે, અને તેથી ઉલટું જગત્ કર્તૃત્ત્વ આદિ ઈશ્વરમાં માને છે તે મિથ્યા જ્ઞાનવાળા ઠરે છે. પશુપંખીઓમાં જે આત્મા માનતા નથી, જેઓ પુનર્જન્મ માનતા નથી, જેઓ સ્વર્ગ અગર નરકને માનતા નથી, જે દેવતાઓને માનતા નથી. જે તપ, જપ, ધ્યાન, દયાઆદિને માનતા નથી, જેએ આત્માને માનતા નથી તે નાસ્તિક, ઠરી શકે છે.
પ્રશ્ન-જૈને જ્યારે ઈશ્વરને જગત્ના કર્તા માનતા નથી ત્યારે તેઓએ ઈશ્વરનું શામાટે ભજન કરવું જોઇએ ? કારણ કે રાગ દ્વેષ રહિત ઈશ્વર કોઇને સુખ વા દુ:ખ આપી શકતા નથી. તેમજ ભક્તોને ઉદ્વાર કરવા અવતાર પણ લેતા નથી ત્યારે કેમ તેમની ઉપાસના ઘટી શકે?
ઉત્તરઇધરની ભક્તિ ઉપાસના સારી રીતે ઘટી શકે છે. રાગદ્વેષરહિત સર્વજ્ઞ પરમાત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનન્તચારિત્ર, અનંતવીર્ય, અનન્તસુખ આદિ અનન્ત ગુણા રહ્યા છે. જેમ તેઓએ ફર્મ ખપાવી સર્વ ગુણાના પ્રકારા કર્યો તેમ ભક્તોએ પણ ઈશ્વરનું
For Private And Personal Use Only