________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ ) નથી–જલમાં બીજાની તૃષાનો નાશ કરવો એવું બિલકુલ જ્ઞાન નથી તેપણ તે ઉદરમાં જતાં પિતાના સ્વભાવથી જ તૃષાને નાશ કરે છે, તેવીજ રીતે કર્મ સમજતું નથી પણ તે ને પુયપાપરૂપ સ્વભાવાનુસારે સુખદુઃખ આપવા સમર્થ થાય છે–તેથી ત્યાં ઈશ્વરની પ્રેરણું ન્યાય વગેરેની કલ્પના કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી–વિષમાં મારણુશક્તિ રહી છે તેમ કર્મમાં પણ શાતાઅશાતારૂપે ફળ આપવાની શક્તિ રહી છે–દાય (દઈએણ) જેમ બૈરાંને છોકરાં જણાવે છે તેમ કંઈ ઈશ્વર, ને સુખદુખ આપવા પ્રયત્ન કરતા નથી-ઈશ્વર શું કર્મનો દાસ છે કે તે કમપ્રમાણે કર્મની પાછળ પાછળ સુખદુઃખ આપવાની ક્રિયાની ઉપાધિમાં ક્ષણેક્ષણે આખી દુનિયામાં ભટક્યા કરે? કર્મથી એક અંશ માત્ર પણ વિશેષ સુખ આપવાની શક્તિ, ઈશ્વરમાં નથી ત્યારે પ્રભુની સ્તુતિ કરવાની શી જરૂર રહી? રાજાના હુકમ પ્રમાણે સેવક કાર્ય કરે–રાજાના હુકમથી અંશમાત્ર પણ સેવક પિતાની મરજી પ્રમાણે ચાલવા સમર્થ નથી તેમ ઈશ્વર પણ કમની ગતિથી અંશમાત્ર પણ વિશેષ સુખદુઃખ આપવા સમર્થ નથી ત્યારે તે ઈશ્વર કર્મરૂપ રાજાની સેવામાં દાસ જે બની જાય માટે કર્મ પ્રમાણે સુખદુઃખ અપાવનાર ઈશ્વરને માનતાં ઈશ્વરની ઈશ્વરતા ટળી જાય છેન્યાયાધીશ જેમ કાયદાના તાબે રહે છે–તેમ ઈશ્વર પણ કર્મના તાબે રહી કાર્ય કરનારા ઠર્યા તેથી ઈશ્વરની ઈશ્વરતા ટળી ગઈ અને ઉલટી ઉપાધિ ગળે પડી માટે ઈશ્વરમાં સુખદુઃખ આપવાની શક્તિ, પ્રેરણું વગેરે કલ્પના કરવાની કેઈપણ જરૂર જણાતી નથી
પ્રશ્ન–જગતને કર્તા ઈશ્વર છે અને તે જ જગતને ઉપાદાનકારણ છે એમ કેટલાક માને છે તેનું કેમ?
ઉત્તર–જગતનું ઉપાદાનકારણુ, ઈશ્વરને કહેતાં ઈશ્વરની ઈશ્વરતાને બિલકુલ નાશ થાય છે-કારણે કે-ઉપાદાનકારણું તેજ કાર્યરૂપે બને છે-જેમ ઘટનું ઉપાદાનકારણ મૃત્તિકા છે તેજ ઘટરૂપે બને છે તેવી રીતે ઈશ્વરજ જગતરૂપે બન્યો ત્યારે પુણ્ય–પાપ-સુખ-દુઃખસર્પ–ભૂત-વાઘ-સ્વર્ગ-નરકરૂપ ઈશ્વર ઠર્યો–ત્યારે એમ સિદ્ધ થયું કે– આસ્તિક પણ ઈશ્વર અને નાસ્તિક પણું ઈશ્વર અને પાપી પણ ઈશ્વર ઠર્યો–વાહ-વાહ-ઈશ્વરને ઉપાદાનકારણ માની કેવી ખરાબ અવસ્થા કરી–હવે કહે કે ઈશ્વરની પૂજા વગેરેની શી જરૂ૨? અલબત કંઈપણું નહીં. આ પ્રમાણે ઘણું દેરૂપ ઈશ્વર ઠરવાથી ઉપાદાનરૂપે ઈશ્વરને માની શકાય નહીં
For Private And Personal Use Only