________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ ૩૧ ) સરખા સુખ દેનારા રહેતા નથી માટે અધ્યાત્મદ્રષ્ટિથી વિચારતાં પણ જગતને કર્તા ઈશ્વર સિદ્ધ કરતો નથી—
પ્રશ્ન-ઈશ્વરે પ્રથમ આકાશ ઉત્પન્ન કર્યું. પશ્ચાત્ એક ઈન્ડેબનાવ્યું. તેના બે વિભાગ કરી આકાશ પાતાળ બનાવ્યું. પશ્ચાતું પાણી, પશ્ચાત પૃથ્વી વગેરે, પશ્ચાત્ મનુષ્ય બનાવ્યાં. એમ કેટલાક માને છેશું એ વાત ખરી છે?
ઉત્તર–આ વાત પણ સત્ય નથી-આકાશ નિરાકાર અને નિત્ય છે તેને કર્તા કેઈ ઈશ્વર નથી. કારણકે મારા નિત્ય હોવાથી અનાદિકાળનું છે–ઇડ વગેરેની કલ્પના જૂઠી છે-ઇડું કેના પેટમાં પાકયું જે કહેશે કે ઈશ્વરના પેટમાં પાકયું તો તેમાં અનેક દોષે આવવાથી ઈશ્વરની પ્રભુતા રહેતી નથી–ઇંડું ફાટયું એ પણે વાત જઠી છેઈંડાને ફાટવાનું પ્રયોજન છે-જે કહેશે કે પ્રભુની ઈચ્છા–ત્યારે કહેવું પડશે કે પ્રભુને ઇચ્છા હતી નથી–જે સંપૂર્ણ સુખી છે તેને કેઈપણ પ્રકારની ઈચછા હોતી નથી–પૃથ્વી-પાણી–મનુષ્ય વગેરેને અનુક્રમ જણાવ્યું તે પણ ઘટતો નથી કારણ કે જ્યારે તે જગતને કર્તાજ સિદ્ધ કરતું નથી ત્યારે ઈશ્વરે અનુક્રમે જગત્ બનાવ્યું તેમ સિદ્ધ ઠરી શકે જ નહીં–રાગ દ્વેષરહિત ઈશ્વરને કોઈ પણ જાતની ઉપાધિને કર્તા કહે તે ઈશ્વરને દૂષણ આપવા બરાબર છે—કોઈ કહે છે કે ઈશ્વરે છ દીવસમાં જગત્ બનાવ્યું અને સાતમા દીવસે થાક લીધો ત્યારથી રવિવારના દીવસે મનુષ્ય પણ રજા પાળી થાક લે છે. એવું ઈશ્વરના ઉપર શ્રમનું કલંક મૂકવું તે બિલકુલ અયોગ્ય છે.
પ્રશ્ન-જગને બનાવનાર ઈશ્વર છે એમ ઘણું લોક માને છે માટે ઈશ્વરે જગત બનાવ્યું છે એમ કહેવાય છે એમાં શું દોષ છે?
ઉત્તર–જગતને બનાવનાર ઈશ્વર છે એમ આખી દુનિયાના મનુષ્ય માનતા નથી–બૌદ્ધોની સંખ્યા સાઠ કરેડ લગભગની છે તે પણ ઈશ્વરને જગત રચનાર તરીકે માનતી નથી. જેને પણ ઈશ્વરને જગતને બનાવનાર તરીકે માનતા નથી–અદ્વૈતવાદિયે પણ વસ્તુતઃ જગતરૂપ માયાને બનાવનાર ઈશ્વર છે એમ માનતા નથી–ચા ને નાના રિ–નિશ્ચયથી સર્વ બ્રહ્મ છે–બીજું કાંઈ નથી–આવાં અનેક પ્રમાણે તેઓની માન્યતાનાં છે તેથી જગત્ કર્તુત્વવાદ સર્વને માન્ય છે એમ વસ્તુતઃ સિદ્ધ ઠરતું નથી–ઘણું લેકે માને–વા આચરે તે સર્વ સત્ય છે એમ એકાતે કહી શકાય નહીં-આર્યો કરતાં અનાર્યો ઘણું છે તેથી શું તેઓનું કહેલું માનેલું એકાતે સત્ય ઠરી શકે? અલબત નહીં-તેમજ વિદ્વાન કરતાં મૂર્ખાઓની સંખ્યા ઘણી છે-તે શું
For Private And Personal Use Only