________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ ) સાકાર ઈશ્વરને કાયા–(દેહ) કરી, જ્યાં દેહ હોય ત્યાં મન હેય-દેહ અને મન છે તે કમૅવિના હોય નહીં-કર્મથી શરીર બને છે-કર્મ આઠ પ્રકારનાં છે-કર્મ સહિત હોય તે સિદ્ધબુદ્ધ પરમાત્મા–ઈશ્વર કહેવાય નહીં જ્યારે ઈશ્વરને કર્મ અને મનુષ્યને કર્મ. ઈશ્વરને દેહ અને મનુબેને દેહ–ત્યારે ઈશ્વરમાં મનુષ્ય કરતાં વિશેષ પ્રભુતા કરી નહીંજગતનું નિમિત્તકારણ ઈશ્વરને માની શકાય નહીં–સર્વ પ્રકારની ઈચ્છાઓથી તેમજ સર્વ પ્રકારનાં દુઃખોથી રહિત એવા ઈશ્વરને જગત બનાવવાનું કંઈ પણ પ્રોજન નથી-એમ પહેલાં સિદ્ધ કર્યું છે. આ ઉપરથી જે લેકે ઈશ્વરને સાકાર માને છે તેઓને સિદ્ધાંત ખેટે કરે છે એમ અત્રે જણાવ્યું છે–
પ્રશ્ન-કેટલાક મનુ એમ કહે છે કે–ઈશ્વર, જગતને ઉત્પન્ન કરે છે અને પુનઃ તેને પ્રલય (નાશ) કરે છે એમ માની શકાય કે
નહીં?
ઉત્તર–એમ માની શકાય નહીં–ઈશ્વરને જગત બનાવવાનું કંઈ પણ પ્રયજન નથી ત્યારે જગતને નાશ કરવાનું પ્રયોજન કયાંથી હોય? અલબત નથી–જેમ નાનાં બાળકો માટીનાં ઘર બનાવે છે અને પુનઃ તેને ભાંગી નાખે છે--બાળસ્વભાવના લીધે—બાળકોની પેઠે ઈશ્વરની બુદ્ધિ નથી–તેથી સર્વજ્ઞ–પરમાતમા, ઈશ્વર-વીતરાગ હોવાથી જગત્ બનાવવાની તથા નાશ કરવાની ખટપટમાં પડતું નથી–
પ્રશ્ન-ઈશ્વરમાં જીવોને સુખ આપવાની શક્તિ છે તેથી જીવોને સુખ આપવા જગત્ બનાવે છે–એમ કહેતાં શો દોષ આવે છે? " ઉત્તર–એમ પણું માની શકાય નહીં–જ્યારે ઈશ્વરે જીવોને સુખ આપવા જગત્ બનાવ્યું ત્યારે હજી સુધી સકળ જી જન્મ–જરા–અને મરણ વગેરેનાં દુઃખેથી કેમ દુ:ખી દેખાય છે–ઈશ્વર સર્વ શક્તિમાન હોય તે એક ક્ષણમાત્રમાં સર્વ જીવોને કેમ સુખી કરતું નથી ? છો પ્રથમ દુઃખી શાથી હતા? ઉત્તરમાં કહેવું પડશે કે કર્મથી–ત્યારે સમજવાનું કે કર્મ પ્રમાણે દુઃખ થાય છે- તે તો ઈશ્વરથી ટાળી શકાતું નથી ત્યારે ઈશ્વરે જગત બનાવ્યું એમ કલ્પના કરવાથી શું ફાયદો છે–વળી પુછવાનું કે જગની પૂર્વે જ હતા–એમ સિદ્ધ થયું તે જીવો ક્યાં રહેતા હતા તમે કહેશે કે જગમાં–તો સિદ્ધ થયું કે પૂર્વે પણ જગતું હતું-કદાપિ એમ કહેશો કે પૂર્વે આકાશમાં રહેતા હતા. પૂર્વે પાડ્યું હતું ત્યારે સિદ્ધ થયું કે પ્રથમ પણ જીવ-કર્મ-આકાશપાણરૂપ આદિ સર્વ જગતું હતું-માટે અનાદિકાળથી જગત છે એમ માનવું જ જોઈએ-જગના સાંસારિક પદાર્થો ક્ષણિક છે સદાકાળ એક
For Private And Personal Use Only