________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) કર્મનો સંબંધ તેની સાથે ઘટી શકે નહીં માટે અવ્યક્તિની અપેક્ષાએ વ્યાપ્ય અને સત્તાની અપેક્ષાએ વ્યાપક–એમ અનેકાન્તનયથી આત્માને પરિણુમ સમજવો અને તેની શ્રદ્ધા કરવી.
પ્રશ્ન-કેટલાક ઘરને સૃષ્ટિનું કારણ માને છે અને યુવાનને પરબ્રહ્મમાંજ જગત પાછું લીન થઈ જાય છે એમ માને છે તે શું સત્ય છે?
ઉત્તર–એ પણ સત્ય નથી-વિવેકદૃષ્ટિથી વિચારતાં પરબ્રહ્મને સૃષ્ટિ બનાવવાનું પ્રયોજન જ|તું નથી–જન્મ–જરા-મૃત્યુ-વ્યાધિ-કષાયજુગાર-કામ-દુ:ખની પરંપરાથી વ્યાકુલ એવું જગત રચવાની પરબ્રહ્મને શી જરૂર છે? અલબત કંઈ પણ જરૂર નથી--જે આ જગત દેખાય છે તે પરબ્રહ્મના સ્વરૂપથી જુદા પ્રકારનું દેખાય છે–પરબ્રહ્મરૂપ ઉપાદાનકારણથી આ જગતું થયું હોય તે જગતુરૂપ કાર્યમાં પરબ્રહ્મના ગુણે હેવા જોઈએ પણ દેખાતા તે નથી–અને ગિ તે સંસારને દુઃખમય–અને દોષમય સમજી તેને ત્યાગ કરે છે માટે જગતને બનાવનાર પરબ્રહ્મ નથી-દેષમય જગત ત્યાગ કરીને શુકાદિ ગિયોએ આત્માનું ધ્યાન ધર્યું છે તેજ જગને પરબ્રહ્મ પોતાનામાં શી રીતે સમાવી શકે; તે વિચારતાં સત્ય જણ્ય છે કે પરબ્રહ્મમાં જગતને લય થતું નથી–અતિનિધ એવા જગને પરબ્રહ્મમાં લય માનનાર જે બરાબર વિચાર કરે તે પરબ્રહ્મથી જગતને ઉત્પાદ તથા પરબ્રહ્મમાં જગતનો લય થાય છે એવી વાતને માને નહીં–તેમજ પરબ્રહ્મ સૃષ્ટિ બનાવી અને સંહાર પણું પોતેજ (સપણુનાં બચ્ચાંને સર્પિણી ખાઈ જાય તેની પેઠે) કરે તો હિંસા લાગે અને તેનું દયાલુપણું રહે નહીંપરબ્રહ્મ જગત્ રચ્યું અને તેજ તેને નાશ કરે તેમાં તેને હિંસા લાગે નહીં એમ જે કહેતા હોય તે પિતા પુત્રને ઉત્પન્નકર્તા છે અને તે પુત્રોને ઘાત કરે તો તેને પણ હિંસાનું પાપ ન લાગવું જોઈએ. પણ પાપ તો લાગે છે એમ સર્વ કેઈ કહે છે ત્યારે તે ન્યાયે પર બ્રહ્મને પણ પાપ લાગે માટે પરબ્રહ્મ, સૃષ્ટિને નાશ કરે છે એમ કદી કહી શકાશે નહીં–જગત્ છે તે બ્રહ્મની લીલા છે માટે તેને સંહાર કરતાં પાપ ન લાગે એમ કહેશે તે શિકારની રમતમાં હરિણ વગેરેને મારનાર રાજાને પણ હિંસારૂપ પાપકર્મ લાગી શકે નહીં–અને રાજાને પાપ તે લાગે છે માટે બ્રહ્મ પિતે સૃષ્ટિને નાશ કરે છે એમ ન્યાયથી કહેવાય નહીં–સુષ્ટિને ઉત્પાદ અને સૃષ્ટિને લય બ્રહ્મ કરે છે એમ જે મનુષ્ય માને છે તે નિર્દોષ બ્રહ્મમાં દોષને આરોપ કરે છે–ત્રા નિષ્ક્રિય છે એમ જે કહેશે તે જગત રચવારૂપ ક્રિયા તેનાથી
For Private And Personal Use Only