________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર–જૈનધર્મ, પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી ચાલે છે. તેથી તે અનાદિકાલનો છે અને તીર્થકરે પિતે તીર્થ સ્થાપે છે તેની અપેક્ષાએ આદિ છે–આ ચોવીશીમાં પ્રથમ રૂષભદેવ ભગવાન થયાતેઓએ જૈનધર્મ સ્થાપ્યો તે પહેલાંની ચોવીશીઓમાં તે તે વખતના તીર્થકરોએ તીર્ઘની સ્થાપના કરી જૈનધર્મ પ્રસાર્યો હતે-આ ચોવીશીમાં છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી ૨૪૩૭ વર્ષ ઉપર થઈ ગયા. તેઓએ આ ચોવીશીમાં છેલ્લીવાર જૈનધર્મની સ્થાપના કરી છે અને હાલ પણ તેમનું શાસન ચાલે છે. કેટલાક લોકો એમ કહે છે કે-“જૈનધર્મના ચલાવનાર મહાવીર સ્વામી હતા તે પહેલાં જૈનધર્મ ન હેતે” આ પ્રમાણે તેઓનું કહેવું ખોટું છે. કારણ કે મહાવીર સ્વામીના પહેલાં અઢીસે વર્ષ ઉપર ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સ્વામી કે જે કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે જૈનધર્મ ચલાવ્યું છે. તે પહેલાં બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથે જૈનધર્મની સ્થાપના કરી હતી. શ્રીકૃષ્ણ તેમના કાકાના પુત્ર હતા. શ્રીકૃષ્ણ બાવીસમા તીર્થંકર નેમિનાથની આરાધના કરી હતી તેથી તેઓ (શ્રીકૃષ્ણ) આવતી ચોવીશીમાં તીર્થકર થવાના છે. પ્રવાહની અપેક્ષા એ અનંત તીર્થકરે થયા અને થશે તેની અપેક્ષાએ અનાદિ અનન્ત છે અને દરેક તીર્થકરની અપેક્ષાએ આદિ છે. મિથ્યાત્વધર્મ પણ અનાદિકાળથી ચાલે છે અને અનન્તકાળ સુધી ચાલ્યા કરશે-મિથ્યાધર્મના ઉપદેશકેની અપેક્ષાએ મિથ્યાધર્મની આદિ છે અને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે.
પ્રશ્ન-સર્વ તીર્થકરે જુદું જુદું તીર્થ સ્થાપીને ધમ ચલાવે છે ત્યારે તેઓના ધામમાં ભેદ પડતું હશે કે કેમ? જે જે તેની પ્રરૂપણું કરે તેમાં ભેદ પડતો હશે કે કેમ?
ઉત્તર-સર્વ તીર્થકરને કેવલજ્ઞાન હોય છે. કેવલજ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન-તેથી ધર્મનું સ્વરૂપ કહેતા વિષેધ આવતો નથી. સર્વ તીર્થકરેને એક સરખું સંપૂર્ણ કેવલજ્ઞાન હોવાથી–તે ચોવીશ તીર્થકરેનું એક સરખું કથન હોય છે. પડદ્રવ્ય તેના ગુણ અને પર્યાય-નવતત્વ ત્રણ ભુવનનું સ્વરૂપ, સાતનય સપ્તભંગી-સંસાર અને મેક્ષ વગેરે તોનું એક સરખું સ્વરૂપ કહ્યું છે અને ભવિષ્યના તીર્થંકરે પણ એકસરખું સ્વરૂપ કહેશે-દ્રવ્યાનુયેગમાં એકસરખું સ્વરૂપ કહેવાય છે. શ્રીરૂષભદેવે જેવું તત્ત્વનું સ્વરૂપ કહ્યું છે તેવું જ શ્રી મહાવીર સ્વામીએ કહ્યું છે. દરેક તીર્થકરે ચારિત્રના નિયમેને તે તે કાલ સંઘયણુ-બળઆદિની
For Private And Personal Use Only