Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah

View full book text
Previous | Next

Page 13
________________ પ્લેટો ઃ- એમના ગુરૂ સોક્રેટીસ હતા. એણે કહ્યું કે બે પ્રકારનાં જગત છે. વિચારોની ઘટમાળનું જે જગત છે તે સાચું છે અને વ્યવહારિક જગત તે જુદું છે. એણે કહ્યું કે પ્રામાણિક વચન, તેનું જ્ઞાન, તે પ્રામાણિક સત્ય અને અનુભવના આધારે હોય છે. પ્રામાણિક વચન તે આખા જગતમાં એક જ પ્રકારે સમજાય છે. મનુષ્યના વિચાર એક હોઈ શકે પણ અનુભવ એક ન હોય. જ્ઞાન પ્રાપ્તિ વિચારની શંકાના આધારે હોય છે. એરીસ્ટોટલ ઃ એમણે કહ્યું કે વિચારો તો આ વ્યવહારિક જગતનું અંગ છે, પણ સત્ય તે અંતિમ હોવાપણું છે. હીરેલીટીસ ઃ- એમણે કહ્યું કે બધું ક્ષણિક છે. જે બૌધ માન્યતા -- પ્રમાણે છે. ડેકોરસી૮ :- એમણે કહ્યું કે સત્ય વિચારમાં પણ શંકાને સ્થાન હોવું જોઈએ, પણ શંકા દૃઢ થયેલી સમજણને ફેરવી નાખે કે સમજણનો નાશ કરે એવી ન હોવી જોઈએ. જ્ઞાનનો પાયો ન તૂટે એવો મજબુત હોવો જોઈએ. હું અને મારા વિચારો તેનાં ઊંડાણમાંથી આધ્યાત્મિક વિચાર પ્રગટ થઈ શકે છે. ભગવાન તે અંતિમ સત્ય છે. તે પ્રામાણિક સત્ય છે. એક વિચાર બીજા વિચારથી જુદો જ હોય છે. એણે કહ્યું કે જડ અને બુદ્ધિ બે જુદાં પ્રમાણ છે. તે વખતના ફિલોસોફરો એમ માનતા હતા કે પ્રામાણિક વિચાર, પ્રાપ્ત થયેલા જ્ઞાનને આધારે પ્રામાણિક તર્ક અને શંકાના આધારે આવેલી સત્યની સમજણ તે આખા જગતમાં ચોક્કસ પાયાનું સ્થાન ધરાવે છે. સ્પીનોઝાઃ એમણે કહ્યું કે પ્રામાણિક સત્યવિચાર તે જુદા જુદા નયને આધારે સમજાવી શકાય છે, એ ઈશ્વરની પ્રેરણા છે. એણે કહ્યું કે જડ અને બુદ્ધિ એક જ પ્રમાણ છે અને ડેકારટીસની માન્યતાનું ખંડન કર્યું. લાયબ્રેટીસઃ એમણે કહ્યું કે પ્રમાણિક સત્ય વિચાર જગતમાં બદલાતી જુદી જુદી દિશાઓની વિચારમાળાની એકતાનું પ્રતિક છે. જે પહેલેથી જ પ્રગટ હતું. કોઈપણ વિચાર કે યોજના એકબીજાથી વિરુદ્ધ નથી પણ પૂરક છે. બધા આત્મા સરખા છે પણ પોતાના વિચારના આધારે તેનું ચોક્કસ સ્થાન છે. ૧૨ તત્ત્વચિંતન અને સમ્યગદર્શન

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74