Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah

View full book text
Previous | Next

Page 11
________________ ભારતીય તથા પશ્ચિમના તત્વચિંતન ઉપરમારી વિચારધારા ફિલોસ એટલે પ્રેમ અને સોફોસ એટલે જ્ઞાન. ખુબ જ ઉંડાણપૂર્વક, તર્કની સહાયથી, વિવેક અને વિનય સાથે વિચારેલાં વચનો, સુત્રો જે શંકાનું સમાધાન કરે છે તે તત્ત્વચિંતન (ફિલોસોફી) છે. સત્ય જાણવું એ વિવેક છે. તત્ત્વચિંતન એ સત્ય જાણવાનું વિજ્ઞાન તથા પ્રાપ્તિસ્થાન છે. પ્રામાણિક સત્ય ધર્મની (મેટાફિઝિકસ) જાણકારી ૧) પ્રત્યક્ષ પ્રમાણ ૨) અનુમાન ૩) શબ્દ ૪) ઉપનામના આધારે મળે છે. એનો પાયો તે સત્ય વચનથી જ્ઞાનની ધારણા, તર્કશકિતથી જાણવું, અને શુદ્ધ ચેતના છે. પશ્ચિમની ફિલોસોફી - એની શરૂઆત ગ્રીસ દેશમાંથી થયેલી. મીલેટસ જે એક ગામનું નામ છે ત્યાંથી મીલેશીયન નામે ફિલોસોફર થઈ ગયા. “આર્ય” એટલે અંતિમ સત્યની શરૂઆત એમ એમનું માનવું હતું. થેલીસ, અંતિમ સત્ય પાણી, એનેકસમેંડરે પુદ્ગલ અને એકસીમેનીસે હવા છે એવું મીલેશયના તત્ત્વચિંતકે કહેલું. ત્યારબાદ આવેલા યુગમાં જગતના પ્રખ્યાત તત્ત્વચિંતક જેવા કે સોક્રેટીસ, પ્લેટો, એરીસ્ટોટલ, ડેકારટીસ, સ્પીનોઝા, લાયબ્રેટીસ, કોપરનીક્સ, ઈમેન્યુઅલ કાન્ત અને ડેવિડ હ્યુમ થઈ ગયા. સોક્રેટીસઃ એનું કહેવું હતું કે દરેક શંકા માટે પ્રથમ પ્રશ્ન પૂછવો. આ વાત તે વખતના સમાજને ગમી નહીં કારણકે સોક્રેટીસ જુવાન પ્રજાને ઉધે રસ્તે ચડાવે છે એવું સમાજને લાગ્યું અને એ અરસામાં ઝેર આપવાથી સોક્રોટીસનું મૃત્યુ થયું. ૧૦ તત્ત્વચિંતન અને સમ્યગદર્શન

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74