Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah

View full book text
Previous | Next

Page 45
________________ લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહ્યું આત્માર્થીના, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ આભાર્થી-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સદ્ગુરુપ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ-અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગરબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ ૪૪ તત્ત્વચિંતન અને સમ્યગદર્શન

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74