________________
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.
૪૧
ઊપજે તે સુવિચારણા,મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષષ્પદ આંહી.
૪૨
પક્ષદનામકથન આત્મા છે', ‘તે નિત્ય છે”, “છે કર્તા નિજકર્મ; છે ભોક્તા વળી “મોક્ષ છે” “મોક્ષ ઉપાય સુધર્મ”.
૪૩
ષસ્થાનક સંક્ષેપમાં, ષદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.
૪૪
૧) શંકા - શિષ્ય ઉવાચ
નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ બીજો પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપ
૪૫
અથવા દેહ જ આત્મા, અથવા ઈંદ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ.
૪૬
વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ.
૪૭
માટે છે નહિ આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય.
४८
૪૬
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન