Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah
View full book text
________________
જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય.
૬૫
કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.
ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ-સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય.
૬૭
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય.
૬૮
અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.
૬૯
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ.
o
3) શંકા-શિષ્ય ઉવાચ
કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ,
૭૧
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ.
૭૨
પ૨
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74