Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah
View full book text
________________
૫૦
જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ યભાવ.
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.
૨) શંકા – શિષ્ય ઉવાચ
આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર.
બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ.
અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય.
૨) સમાધાન
સદ્ગુરુ ઉવાચ
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનના ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય?
-
જેના અનુભવ વશ્ય એ, ઉત્ત્ત લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન.
જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દૃશ્ય; ઊપજે નહિ સંયોગથી , આત્મા નિત્ય પ્રત્યક્ષ.
૫૭
૫૮
૫૯
Fo
૬૧
૬૨
૬૩
૬૪
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74