________________
૭૨
જૈન ધર્મ
જૈનના એક એક પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય તો પણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જૈન જેણે જાણ્યો અને સેવ્યો તે કેવળ નિરાગી અને સર્વજ્ઞ થઇ જાય છે. એના પ્રવર્તકો કેટલા પવિત્ર પુરૂષો હતા! એના સિદ્ધાંતો કેવળ અખંડ સંપૂર્ણ અને દયામય છે. એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તો માત્ર તેનું દર્શન છે. એવા એક્કે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવું એક્કે તત્ત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કરનાર તે જૈન દર્શન છે. પ્રયોજનભૂત તત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય એક્કે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તો માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા. - શ્રીમદ્ રાજચન્દ્ર
JAINISM
TO STUDY, THINK AND UNDERSTAND PRINCIPLES OF JAINISM,
A PERSON WILL NOT BE ABLE TO FINISH IN ONE LIFE, AS BEING TREASURE OF KNOWLEDGE. THIS KNOWLEDGE IS VERY MUCH SIGNIFICANT COMPARED TO OTHER RELIGIONS OF THE WORLD. THE PERSON FOLLOWING THE PRINCIPLES OF JAINISM WILL ALWAYS BECOME HUMBLE AND NONVIOLENT TO ANY LIVING ORGANISM. THE TIRTHANKARAS WHO GAVE MESSAGE OF JAINISM WERE ENLIGHTENED SOULS AND WERE HAVING UNIVERSAL KNOWLEDGE. THIS KNOWLEDGE TAUGHT HUMAN BEING TO LIVE IN HARMONY, PEACE AND TO REACH THE SAME GOAL AS OF TIRTHANKARA. AS TWO SOULS ARE NEVER FOUND IN ONE BODY, SIMILARLY THERE IS NOT A RELIGION LIKE JAINISM IN THE WORLD. THIS IS JUST BECAUSE PRINCIPLES OF JAINISM ARE COMPLETE IN ALL RESPECTS.
TRANSLATED FROM SAYINGS OF SHRIMAD RAJCHANDRA.
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન