________________
પાંચ મૂળભૂત તત્વઃ ૧) પૃથ્વી ૨) જળ ૩) વાયુ ૪) તેજ ૫) આકાશ છે.
સની જાણકારી માટે નવ દર્શન છે, આમાં મુખ્યત્વે આસ્તિક અને નાસ્તિક ફિલોસોફીની સમજણ છે.
આસ્તિકમાં વેદાંત, પૂર્વ અને ઉત્તરમીમાંસા, શીશક્ય, ન્યાય, સાંખ્યા અને યોગનો સમાવેશ છે.
નાસ્તિકમાં ચારવાક તથા પ્રામાણિક અથવા શ્રમિક બુદ્ધ અને જેના ધર્મ છે.
વેદાઃ વેદને વેદાન્તમાં સુત્રબદ્ધ કરેલ છે. વેદાન્ત તે વેદનો સાર છે. વેદ, જીવ-સંસાર-ઈશ્વરનાં સંબંધનું જ્ઞાન આપે છે. એને ઉપનિષદ પણ કહેવામાં આવે છે. ઉપનિષદનો અર્થ ગુરૂ શિષ્યને નજીક રાખી જ્ઞાન આપવાની પ્રવૃત્તિ કરે છે. બાદરાયણ અથવા વ્યાસજીએ લેખિત સૂત્રો આપ્યાં. બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ભગવદગીતાને પ્રસ્થાનત્રય કહેવામાં આવે છે.
જુદા જુદા આચાર્યોએ વેદાન્તને જુદી જુદી દૃષ્ટિથી સમજાવ્યા છે.
શંકરાચાર્ય એમણે કહ્યું કે બ્રહ્મ સત્ય છે. જગત મિથ્યા છે. સર્વ નિયતિ (નિશ્ચિત) છે. બ્રહ્મ ઉત્પત્તિ, સ્થિતિ અને લય પ્રમાણે ઉદ્ભવે છે. બ્રહ્મ અને પરમાત્મા એક જ છે. મનુષ્ય પરમાત્માનો જ અંશ છે. એટલે આત્મા છે. અજ્ઞાનદશામાં મનુષ્ય માયાને લીધે પોતાને જાણતો નથી, પણ એ પોતાનાં મૂળ સ્વરૂપને જાણી શકે છે. સાક્ષીભાવ થઈ શકે છે. એક આત્મા બીજા આત્માને રાગ, દ્વેષ, અને અજ્ઞાનના આધારે ઓળખે છે.
૧૮
તત્ત્વચિંતન અને સમ્યગદર્શના