________________
જૈન ધર્મના સિદ્ધાંત જૈન ધર્મની શરૂઆત પહેલા તિર્થંકર ઋષભદેવે કરેલી અને મહાવીર સ્વામી ૨૪મા તીર્થંકર હતા. શુદ્ધ આત્માને જાણવો અને શુદધ આત્મસ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. દરેક આત્મા પરમાત્મા થવાની ક્ષમતા ઘરાવે છે. આત્મજ્ઞાન તે પ્રત્યક્ષ અનુમાન શબ્દ પ્રમાણથી મળી શકે છે. એટલે દેવ ને તેમના ઉપદેશનું અનુમાન, ગુરૂ એટલે પ્રત્યક્ષ, શબ્દ પ્રમાણ એ શાસ્ત્રનાં આધારે મળી શકે છે.
જૈન ધર્મ સમાંથી (આત્મામાંથી) જ્ઞાન મળે એમ માને છે. અનેક નયથી તર્કશક્તિથી સત્ય જાણી શકાય તે અનેકાન્તવાદ છે. જેન ધર્મ સ્યાદવાદમાં માને છે. સપ્તભંગી છે. ૧) સ્વાદ અસ્તિ ૨) સ્વાદ નાસ્તિ૩) સ્વાદ અસ્તિ નાસ્તિ ૪) સ્વાદ અવ્યક્તમ ૫) સ્વાદ અતિ અવ્યક્તમાં ૬) સ્વાદ નતિ અવ્યકતમ ૭) સ્વાદ અસ્તિ નાસ્તિ અવ્યકતમ
જૈન ધર્મના પાંચ મહાવ્રત છે. ૧) સત્ય - સત્યમય જીવન. ૨) અહિંસા - કોઈની હિંસા ન કરવી એવા સંસ્કાર. ૩) અપરિગ્રહઃ જરૂરિયાત કરતા વધારેની ઈચ્છા જ ન હોય. ૪) બ્રહ્મચર્ય બ્રહ્મની આચરણ શક્તિનો દુરુપયોગ ન કરવો. ૫) આસ્થાયઃ કોઈની પણ વસ્તુ ઉપર રાગ નહીં કરવો.
નવતત્ત્વ ૧) જીવ - ચેત્યન્ય તત્વ (શુદ્ધ, બુદ્ધ, સ્વયંજયોતિ, સુખધામ) ૨) અજીવ - જડ તત્વ (સ્પર્શ, રસ, ગંધ, સ્વરૂપ, કૃત) ૩) પુય - શુભ ભાવનું ફળ ૪) પાપ - અશુભ ભાવનું ફળ ૫) આશ્રવ - કર્મનું આવવું ૬) સંવર - કર્મને રોકવા ૭) નિર્જરા - કર્મનો ક્ષય કરવો ૮) બંધ - જન્મ-મરણના ફેરા. ૯) મોક્ષ - મુક્તિ
૨૬
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન