________________
[ ૩૪ ] * * તપાવલિ * * * દિવસે પૂર્ણ થાય છે. એ પ્રમાણે ચાર વાર કરવાથી પાંચ વર્ષ, બે માસ અને અઠ્ઠાવીસ દિવસ થાય છે, એમ ચાર ગણે તપ કરવાનું પ્રવચનસારદ્વારમાં કહેલું છે. ) અહીં પારણામાં પહેલી શ્રેણએ વિગઈ સહિત ઈચ્છિત ભેજન કરે, બીજી શ્રેણીએ નવી, ત્રીજી શ્રેણએ અલેપ દ્રવ્ય એટલે જે ચીજ ખાતાં હસ્ત વિગેરેને લેપ ન થાય એવા ચણા, વાલ વગેરે ખાવા, તથા ચેથી શ્રેણએ આયંબિલ કરવા. (સવ પારણાના દિવસે એકાસણાના જ છે. )
ઉઘાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા ભણાવવી, ઉપવાસની સંખ્યા પ્રમાણે સુવર્ણ ટંકની માળા બનાવી પ્રભુના કંઠમાં નાંખવી. તથા છએ વિગઈના પવાને, વિવિધ ફળો વિગેરે ઢોકવાં. સાધુઓને અન્નદાન દેવું. સંઘ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવામાં સર્વ ભેગ તથા મેક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. વિશેષ એટલું છે કે, અંતકૃદશાંગાદિ સૂત્રમાં કનકાવલિના પદકમાં તથા દાડિમમાં બગડા (ષષ્ઠ) છે તેને સ્થાને તગડા (અઠ્ઠમ) કહ્યા છે અને રત્નાવલિમાં અફ્રેમ છે, તેને સ્થાને ષષ્ઠ મુકવા એવું શ્રી પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે. ગણણું “૩૨ નમે અરિહંતાણું” એ પદનું વીશ નવકારવાળી વડે ગણવું. સાથી આ વિગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org