________________
*
*
* સમવસરણ તપ
*
*
[ ૪૧ ]
શ્રી મનઃપવઅહત નમઃ શ્રી કેવલિજિનાય નમઃ
૧૨ ૧૨ ૧૨ ૨૦ ૮ ૮ ૮ ૨૦
૨૬, સમવસરણ ત૫. આ તપ એકાસણાદિકે કરીને એટલે ચાર એકાસણું, ચાર નવી ચાર આયંબિલ તથા ચાર ઉપવાસ કરવાથી થાય છે. અર્થાત્ પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે નવી, વીજે દિવસે આયંબિલ અને ચોથે દિવસે ઉપવાસ, એ પ્રથમ શ્રેણી થઇ. એવી ચાર શ્રેણીએ એટલે સેળ દિવસે આ તપ પૂરે થાય છે. આ તપ શ્રાવણ કૃષ્ણ ચતુર્થીથી આરંભી ભાદ્રપદ શુકલ ચતુર્થીએ એટલે સંવત્સરીને દિવસે પૂર્ણ કરે. એ રીતે ચાર વર્ષ સુધી કરવું. અથવા શ્રાવણ કૃષ્ણ ચતુર્થથી ભાદ્રપદ શુકલ ચતુર્થી સુધી સેળે ઉપવાસ કરવા, અથવા શ્રાવણ કૃષ્ણ પ્રતિપદથી આરંભ કરે, તેમાં પ્રથમ ચાર ઉપવાસ કરી પારણે એકાસણું અથવા બેસણું કરવું, એવી રીતે ચાર શ્રેણિએ કરી સંવત્સરીને દિવસે પૂર્ણ કરે. એ રીતે ચાર વર્ષ કરવું. હંમેશાં સમવસરણની પૂજા કરવી.
ઉદ્યાપને જિનપૂજાપૂર્વક ચાર થાળ નૈવેદ્ય ભરીને મૂકવા.
(સમવસરણને તપ પૂરો થાય પછી પાંચમે વરસે સિંહાસન તપ અવશ્ય કરે જોઈએ એવી પ્રવૃત્તિ છે. સમવસરણ તપની સાથે સાથે પણ સિંહાસન તપ થઈ શકે છે. આ તપ એક વર્ષમાં કર હોય તે વર્ષે–વર્ષે ઓળી નહીં કરતાં એક વર્ષમાં જ બધી ઓળી કરવાથી પણ થાય છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org