Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 180
________________ * * * ઘન તપ * * [ ૧૭ ] બીજી રીતે એકાસણું ૧, નવી ૧, આયંબિલ ૧, તથા ઉપવાસ ૧, એ રીતે એક ઓળી થઈ. એવી પાંચ ઓળી કરવાથી પણ એકાવળી તપ થાય છે. (આ મતાંતર વિધિપ્રપામાં છે.) નમે અરિહંતાણું” એ પદની નવકારવાળી વિશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૫૧, ઘન તપ. આ તપ આંકડાના ઘનની યુક્તિએ થાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું, પછી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, પછી ફરીથી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. આ રીતે ઉપવાસ બાર તથા પારણું આહ મળી વિશ દિવસે આ તપ પૂરે થાય છે. ઉદ્યાપનમાં મોટી નાગવિધિએ પૂજા કરી ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, મેદક વિગેરે દેવ પાસે ઢેકવા. સ ઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. મુનિને દાન દેવું. આ તપનું ફળ મહાલક્ષમી (મોક્ષલક્ષમી)ની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે બાર-બાર કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190