________________
*
*
ક ચતુર્દશી ત૫ *
*
[ ૫૩ ].
૩૨, ચતુર્દશી ત૫.
શુકલ પક્ષની ચઉદશને દિવસે જે તપ કરવાનો હોય તે તપને ચતુર્દશી તપ કહીએ. તે તપમાં ચૌદ શુકલ પક્ષની ચતુર્દશીઓએ એકાસણાદિ યથાશક્તિએ કરવામાં આવે છે. ઉદ્યાપનમાં ચોદ જાતિના ધાન્ય તથા ચૌદ ફલાદિ જ્ઞાન પાસે અથવા પ્રભુ પાસે ધરાય છે.
શુકલ અગીયારશ ૧૧ માસ સુધી કરવી, અને શુકલ ચૌદશ ૧૪ માસ ઉપવાસથી કરવી. તે બંને તપમાં મીનપણથી રહેવું. તે તપને મૃતદેવી તપ પણ કહે છે. આમ એક પ્રાચીન પ્રતિમાં લખેલું છે.
૩૩, દશવિધ યતિધર્મ તપ
દશ પ્રકારના યતિધમની આરાધના માટે આ તપ છે. તેમાં દશ ઉપવાસ એકાંતરે કરવા. તેણે કરીને આ તપ પૂર્ણ થાય છે. (આ તપ શુકલ પક્ષમાં શરૂ થાય છે. જેના પ્રબોધ') ઉઘાપનમાં મોટી સ્નાત્રવિધિએ દેવપૂજા કરી દશ દશ ફળ, પકવાન્ન વિગેરે વસ્તુઓ હેકવી. તથા મુનિને વસ્ત્રપાત્રાદિકનું દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ શુદ્ધ ધમની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org