________________
*
*
* *
આદુ:ખદ
ત૫ *
*
[ ૮૯ ]
૬૨, અદુ:ખદર્શી તપ. દુઃખ જેવાને જેને સ્વભાવ નથી તે અદુઃખદશી (અદુખદેખી) નામને તપ કહેવાય છે. તેમાં પ્રથમ શુકલ પક્ષની એકમને દિવસે ઉપવાસ કરે, પછી બીજે માસે શુદિ બીજને ઉપવાસ કરે, પછી ત્રીજે માસે શુદિ ત્રીજને ઉપવાસ કરે. એ પ્રમાણે ચડતા-ચડતા પંદરમે માસે પૂર્ણિમાને ઉપવાસ કરે. એ રીતે કરતાં પંદર માસે કુલ પંદર ઉપવાસવડે આ તપ પૂર્ણ થાય છે. આ તપ કરતાં જે કઈ તિથિ ભૂલી જવાય તે તપને આરંભ ફરીથી કરે. ઉદ્યાપને શ્રી ઋષભદેવની પૂજા કરવી. રૂપાનું વૃક્ષ કરાવવું, તેની શાખા સાથે સુવર્ણનું રેશમી પાટીવાળું પારણું (ઘેડીયું) ટાંગવું. તેમાં રેશમી તળાઈ પાથરવી. તે ઉપર સુવર્ણની પુતળી સુવાડવી. પંદર-પંદર પકવાન્ન, ફળ, રૂપા નાણું વિગેરે ઢેકવાં. તથા પંદરે માસની તપની તિથિએ નવા નવા નૈવેદ્ય, પકવાન્ન, ફળ વિગેરે કવાં. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ સર્વ દુઃખને નાશ થાય તે છે. આ શ્રાવકને કરવાનો આગાઢ તપ છે.
બીજી રીતે દરેક પખવાડીયાની તિથિએ ઉપર પ્રમાણે ચડતા-ચડતા ઉપવાસ કરવા. તેમ કરવાથી પંદર પખવાડીયે આ તપ પૂરો થાય છે.'
૧ આ તપનું નામ નાને પખવાસો પણ કહેવાય છે. (આ તપમાં તિથિ ભૂલી જવાય તે બીજી આવતી તિથિ લઈ શકાય છે, પણ ફરી શરૂ કરવો પડતો નથી.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org