Book Title: Tapascharya Author(s): Niranjanmuni Publisher: Ajaramar Active Assort View full book textPage 6
________________ હસવા લાગી. રાજાએ કારણ પૂછ્યું? દાસી કહે રહેવા દો રાજન જાણવા જેવું નથી, જેમ ના પાડે તેમ મહારાજાની જીજ્ઞાસા વધતી જાય છેવટે મહારાજાએ કહ્યું કારણ બતાવ ! ત્યારે દાસીએ કહ્યું કે જો થોડીક ક્ષણ સુવાના સો ફટકા હોય તો વર્ષો સુધી સુવાનાને કેટલા ફ્ટકા? અને રાજાની આંખ ઊઘડી ગઈ. દાસીને ઈનામ આપ્યું ને જીવનમાં પરિવર્તન આવી ગયું. તપ એક સાધના છે. માત્ર વાહ...વાહ... કરવા માટે નથી. લોકો શાતા પૂછે એના માટે નથી કરવાની. આ બહિરભાવમાં રહ્યાં એનાથી કોઈ જ ફાયદો ન થયો. જન્મ-મરણ વધી ગયા. જેના ફળ અત્યારે ભોગવીએ છીએ. માટે જ તપને સાધનાના સ્વરૂપમાં કરવાની છે. પ્રતિકૂળતામાં ટકી રહેવું એ જેમ ઊંચી ભૂમિકા છે. સાધનાની ભૂમિકા છે. તેમ અનુકુળ આવે છતાં મન ન રમે એ યોગીની કક્ષા છે. તે કક્ષા પ્રાપ્ત કરવાની છે. પેંડો ખાઉ છતાં સ્વાદ નહિ તે કક્ષા પ્રાપ્ત કરવાની છે. મિથ્યાત્વીને પેંડો મીઠો લાગે છે. માટે તે ખાવા જેવો લાગે છે. સમીતિને પેંડો મીઠો છે. માટે ત્યાગ કરવા જેવો લાગે. આ ભૂમિકા સુધી પહોંચવાનું છે. જે તપ દ્વારા પ્રાપ્ત થાય છે. આમ જૈન તથા જૈનેતર ધર્મમાં તપને અલગ અલગ રીતે ઉજાગર કરેલ છે. એક દ્રષ્ટિથી નહીં પરંતુ અનેક દ્રષ્ટિથી જોઈશું તો તપનું મહત્ત્વ સમજાઈ જશે. યત્કિંચિત જે કાંઈ પણ તપ અધ્યયન કર્યું છે તે પૂ. ગુરુદેવ નાનચન્દ્રજી સ્વામી, પૂ. ગુરુદેવ ચુનિલાલજી સ્વામી એમનો અનુગ્રહ એમના આપેલા સંસ્કારોના કારણે તથા પૂ. ગચ્છનાયક ભાવચન્દ્રજી સ્વામી આદિ ઠાણા સહુના આશીર્વાદ મળતાં આ કામ શક્ય બનેલ છે. શ્રી ચેતનમુનિજી, શ્રી રસિલાજી મહાસતીજીની મહેનત આ કાર્ય સફળ બનેલ છે. આ ભગીરથ કાર્યને સમાજ સમક્ષ મૂકવા માટે ઉદારદિલ દાતાશ્રીઓનો સુંદર સહયોગ મળતાં આ કાર્ય શક્ય બનેલ છે. સહુને આશીર્વાદ. આ નિબંધને અક્ષર દેહ આપવા માટે પ્રિન્ટીંગની જવાબદારી જયંત પ્રિન્ટરીના શ્રી છોટુભાઈ છેડા અને શશાંક છોટુભાઈ છેડાનો ખૂબ ખૂબ આભાર.. એ સિવાય અમેશભાઈ છેડાએ પણ સુંદર મહેનત કરી છે. તેમનો પણ આભાર... લિ. ડૉ. મુનિ નિરંજન (લીંબડી અજરામર સંપ્રદાય) તા.૧૬-૧-૨૦૧૪ ગુરૂવાર, (ગુરુપુષ્ય નક્ષત્ર)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 626